રાજ્યના પરિવહન વિભાગને વિકસાવવા ગડકરીએ મંજૂર કર્યા 297 કરોડ રૂપિયા

05 February, 2020 10:55 AM IST  |  Mumbai | Dharmendra Jore

રાજ્યના પરિવહન વિભાગને વિકસાવવા ગડકરીએ મંજૂર કર્યા 297 કરોડ રૂપિયા

નીતિન ગડકરી

બીજેપી-શિવસેનાની યુતિ પૂરેપૂરી રીતે તૂટી ગઈ છે ત્યારે કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીએ જિલ્લાનાં ૧૦ હેડક્વૉર્ટર્સમાં ઑટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રૅક, સર્ટિફિકેશન અને ઑટોમેટેડ વેહિકલ ઇન્સ્પેક્શન સેન્ટર ઊભાં કરવા માટે ૨૯૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

શિવસેનાના મહારાષ્ટ્ર રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગના પ્રધાન અનિલ પરબ ગઈ કાલે બીજેપીના વરિષ્ઠ પ્રધાનને નવી દિલ્હીમાં મળ્યા હતા અને તેમની પાસેથી મંજૂરી મેળવી હતી. ૧૦માંનાં સૂચિત બે સેન્ટરને મુંબઈમાં ઊભાં કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય બે કલ્યાણ અને પનવેલમાં બનાવવામાં આવશે. ‘મિડ-ડે’ સાથે વાત કરતાં પરબે જણાવ્યું હતું કે ‘નીતિન ગડકરીએ તાબડતોબ મારી વિનંતીને માન્ય રાખી હતી. અમારા વિભાગને નજીકના સમયમાં જ ઉક્ત ભંડોળ પ્રાપ્ત થશે.

મહારાષ્ટ્રમાં આ પહેલાં ૨૦૧૫માં આવા પ્રકારનું સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું. આવા પ્રકારનાં ૫૦ સેન્ટર ઊભાં કરવાની યોજના છે. શહેરમાં જે બે સેન્ટર ઊભાં કરવામાં આવવાનાં છે એમાંથી એક કુર્લા-ઈસ્ટના સ્ટેટ પબ્લિક ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનની જમીન પર અને બીજું મુંબઈ સેન્ટ્રલ ટ્રાન્સપોર્ટ ઑફિસની જમીન પર ઊભાં કરવામાં આવશે.

mumbai news nitin gadkari brihanmumbai electricity supply and transport