નીરવ મોદીના ઘરેથી જપ્ત પેઇન્ટિંગ્ઝના ઑક્શન પર સ્ટેનો હાઈ કોર્ટેનો ઇનકાર

05 March, 2020 07:43 AM IST  |  Mumbai

નીરવ મોદીના ઘરેથી જપ્ત પેઇન્ટિંગ્ઝના ઑક્શન પર સ્ટેનો હાઈ કોર્ટેનો ઇનકાર

નીરવ મોદી

બૉમ્બે હાઈ કોર્ટે ભાગેડુ ડાયમન્ડ બિઝનેસમૅન નીરવ મોદીના નિવાસસ્થાનેથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર દ્વારા જપ્ત કરવામાં આવેલાં કેટલાંક દુર્લભ ચિત્રોની લિલામીની કાર્યવાહી પર સ્ટે મૂકવાનો બુધવારે ઇનકાર કર્યો હતો. આ લિલામી શુક્રવારે યોજાવાની છે.

ચીફ જસ્ટિસ બી. પી. ધર્માધિકારી અને જસ્ટિસ એન. આર. બોરકરની ડિવિઝન બેન્ચ બિઝનેસમૅનના પુત્ર રોહિન મોદી દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશનની સુનાવણી કરી રહી હતી, જેમાં એવો દાવો કર્યો હતો કે તે ચિત્રો રોહિન ટ્રસ્ટની માલિકીનાં હતાં, જેનો તે લાભાર્થી હતો અને તે નીરવ મોદીની માલિકીનાં નહોતાં.

બેન્ચે નોંધ્યું હતું કે રોહિન ટ્રસ્ટે કે ટ્રસ્ટના અન્ય લાભાર્થીઓ, નીરવ મોદી અને તેની પત્નીએ આ અદાલતનો સંપર્ક સાધ્યો નથી. આટલા મોડા સંપર્ક સાધવાનું વાજબી કારણ જણાવવાનો પ્રયત્ન થયો નથી. આ સંજોગોમાં અમે વચગાળાનો આદેશ આપવાની તરફેણમાં નથી.

mumbai mumbai news Nirav Modi