થાણેમાં ટ્રકે ઍક્ટિવાને ટક્કર મારતાં ગુજરાતીએ જીવ ગુમાવ્યો

25 January, 2020 10:53 AM IST  |  Mumbai

થાણેમાં ટ્રકે ઍક્ટિવાને ટક્કર મારતાં ગુજરાતીએ જીવ ગુમાવ્યો

પ્રતીકાત્મક તસવીર

હૉન્ડા ઍક્ટિવા પર થાણેમાં આવેલા કોરમ મૉલ પર મિત્રને મળવા જઈ રહેલા મુલુંડના ગુજરાતી યુવક અને તેના મિત્રનું ૨૩ જાન્યુઆરીએ રોડ-ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું.

પ્રતીક અશ્વિન ગણાત્રા

મુલુંડ-વેસ્ટના એમજી રોડ પર લેડીઝ ગાર્મેન્ટની દુકાન ધરાવતા અને મુલુંડ કૉલોની વિસ્તારમાં રહેતા ૨૩ વર્ષના પ્રતીક અશ્વિન ગણાત્રા અને તેનો બાવીસ વર્ષનો મિત્ર પ્રશાંત ચંદ્રકાંત ઘાડગે ઍક્ટિવા પર મુલુંડથી કોરમ મૉલ તરફ જઈ રહ્યા હતા ત્યારે તીન હાથ નાકા પરના ફ્લાયઓવર પર એક ટ્રકે પ્રતીકની ઍક્ટિવાને પાછળથી અડફેટમાં લેતાં પ્રતીકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે ઍક્ટિવાની પાછળ બેઠેલો પ્રશાંત ઘાડગે થાણેની સિવિલ હૉસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ પામ્યો હતો.

નૌપાડા પોલીસ-સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક અનિલ મગલેએ જણાવ્યું હતું કે ‘ગુરુવારે રાતે સાડાનવ વાગ્યે આ ઍક્સિડન્ટ થયો હતો જેમાં જેમાં મુલુંડ-વેસ્ટમાં રહેતા પ્રતીક અને મુલુંડ ઈસ્ટમાં રહેતા પ્રશાંતે જીવ ગુમાવ્યા હતા.

આ પણ વાંચો : દિવ્યાંગો માટેના ડબામાં ટ્રાવેલ કરવાનાં અજબ-ગજબનાં બહાનાં

વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પ્રતીક અને પ્રશાંત પોતાના કોઈક કામસર થાણેમાં આવેલા કોરમ મૉલ જઈ રહ્યા હતા. એ સમયે મુંબઈથી નાશિક જઈ રહેલી ટ્રકે પ્રતીકની ઍક્ટિવાને પાછળથી ટક્કર મારી હતી. ટ્રક સાથે અથડાતાં પ્રતીક ઍક્ટિવા પરથી નીચે પડ્યો હતો અને ગંભીર ઈજા પામતાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. પ્રશાંતને હૉસ્પિટલ લઈ જતાં ત્યાં મૃત્યુ પામ્યો હતો. ટ્રક-ડ્રાઇવર પર ગુનો નોંધીને આગળ તપાસ હાથ ધરી છે.’

mumbai mumbai news thane mulund