ઑક્ટોબર મહિનાથી નેશનલ પાર્ક વૉકર્સ માટે ખુલ્લો મૂકવામાં આવશે

14 September, 2020 07:04 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

ઑક્ટોબર મહિનાથી નેશનલ પાર્ક વૉકર્સ માટે ખુલ્લો મૂકવામાં આવશે

દરરોજ ૫૦૦થી ૬૦૦ જેટલા લોકો અગાઉ અહીં સવારે ચાલવા માટે આવતા હતા. ફાઇલ ફોટોગ્રાફ

એસજીએનપીના અધિકારીઓ માર્ચમાં લૉકડાઉનની જાહેરાત બાદથી બંધ કરવામાં આવેલા પાર્કને ઑક્ટોબર મહિનાથી મૉર્નિંગ વૉકર્સ માટે ખુલ્લો મૂકવાનું વિચારી રહ્યા છે.

એસજીએનપીના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકારની મંજૂરી વિના પાર્ક ખોલી શકાય એમ ન હોવાથી અમે પાર્કને ખુલ્લો મૂકવાની તારીખ હજી નક્કી કરી નથી. જોકે અમે રિપેરિંગ કામ, સફાઈકામ જેવાં નાનાં-મોટાં કામ કરી પાર્ક ખોલવાની તૈયારીઓ કરી રહ્યા છીએ.

કોવિડ-19 મહામારી ફેલાયા પહેલાં એસજીએનપીમાં રોજના 3000થી 4000 પ્રવાસીઓ આવતા હતા. સપ્તાહના અંતિમ દિવસોમાં આ આંકડો હજી ઊંચો જતો હતો. આ ઉપરાંત રોજના 500થી 600 લોકો મૉર્નિંગ વૉક માટે પાર્કમાં આવતા હતા.

જોકે અધિકારીઓએ પાર્ક બંધ કરતાં 31 માર્ચથી મૉર્નિંગ વૉકર્સ આવવાના બંધ થયા હતા.

વન વિભાગના અધિકારીઓએ જણાવ્યા મુજબ પાર્ક બંધ રહેવાથી રોજ પાર્કમાં પ્રવેશ માટેની ટિકિટ અને ઍનિમલ સફારીની ટિકિટથી થતી આવકના 2થી 3 લાખ રૂપિયાનું નુકસાન થાય છે.

એસજીએનપી સાથે જ વસઈમાં આવેલું તુંગારેશ્વર વાઇલ્ડલાઇફ અભયારણ્ય ખોલવા વિશે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

અહીં એ નોંધવું જરૂરી છે કે લૉકડાઉનના પ્રતિબંધો હળવા થવાની શરૂઆત થતાં જ લોકોને બીએમસી પાર્કમાં જવાની મંજૂરી આપવામાં આવી હતી, જેના કારણે નિયમિતપણે મૉર્નિંગ વૉક લેનારા લોકોએ એસજીએનપી ખુલ્લો થવા વિશે પૂછપરછ કરવાની શરૂઆત કરી હતી.

mumbai mumbai news sanjay gandhi national park lockdown wildlife coronavirus covid19 ranjeet jadhav