પોલીસોના વાર્ષિક કાર્યક્રમ ઉમંગમાં સલમાનની હાજરીથી ઘણાનાં ભવાં ઊંચકાયાં

21 January, 2020 07:24 AM IST  |  Mumbai | Diwakar Sharma

પોલીસોના વાર્ષિક કાર્યક્રમ ઉમંગમાં સલમાનની હાજરીથી ઘણાનાં ભવાં ઊંચકાયાં

ઉમંગ કાર્યક્રમમાં સલમાન ખાનની હાજરી

બૉલીવુડની હસ્તીઓના રંગારંગ કાર્યક્રમોની ભરમાર ધરાવતો મુંબઈ પોલીસનો વાર્ષિક કાર્યક્રમ ‘ઉમંગ ૨૦૨૦’ બીકેસી ખાતે આવેલા ‘જિયો’ ગાર્ડનમાં યોજાયો હતો જેમાં સુપરસ્ટાર સલમાન ખાન સહિત બૉલીવુડની દિગ્ગજ હસ્તીઓને સ્ટેજ પર પર્ફોર્મન્સ આપવા આમંત્રિત કરાઈ હતી.

ડીસીપી લેવલના અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મહેમાનોની યાદી દર વર્ષે જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ઍડ્મિન) દ્વારા તૈયાર કરવામાં આવે છે જે તૈયાર કરાયા બાદ મુંબઈ પોલીસ કમિશનર સંજય બર્વેની મંજૂરી મેળવવામાં આવે છે.’

સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા સલમાન ખાનના ૨૦૦૨ના હિટ ઍન્ડ રન કેસ, જે માટે મહારાષ્ટ્ર સરકારે બૉમ્બે હાઈ કોર્ટના ચુકાદા સામે અપીલ કરી હતી, ને ધ્યાનમાં રાખતાં મુંબઈ પોલીસ કમિશનર સંજય બર્વેએ કહ્યું હતું કે ‘આ કાર્યક્રમ કલાકારો માટે યોજાયો હતો અને મુંબઈ પોલીસે હજી સુધી તેને અમારા કાર્યક્રમો માટે પ્રતિબંધિત નથી કર્યો.’

અનેક પોલીસ-કર્મચારીઓ અને તેમના પરિવારોએ ‘ઉમંગ ૨૦૨૦’માં સલમાનની હાજરીને લઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જોકે આ અગાઉ પણ અનેક વેળા સલમાન ખાનને ‘ઉમંગ’માં આમંત્રિત કરાયો હતો. મુંબઈ પોલીસ હંમેશાં આમંત્રિત કલાકારોનું બૅકગ્રાઉન્ડ ચેક કરતું હોય છે. ‘ઉમંગ ૨૦૧૯’માં ‘#Me Too’ હેઠળ જેની સામે આક્ષેપો કરાયા હતા તેવા અનેકને પડતા મુકાયા હતા.

આ પણ વાંચો : મુંબઈ: મહાલક્ષ્મીમાં 745.69 કરોડના ખર્ચે બીએમસી બંધાશે બે નવા બ્રિજ

પોલીસ વિભાગમાં ઘણાનું માનવું છે કે આ સલમાન ખાનને આમંત્રણ ભૂલથી અપાયું હોય એ માનવામાં આવે એમ નથી. તેની સામેના કેસનો હજી ચુકાદો આવ્યો નથી એ જોતાં તે હજી પણ આરોપી જ છે. જોકે ગયા વર્ષે રાજ્ય સરકાર બદલાઈ એની સાથે જ એના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હોઈ શકે છે.

Salman Khan mumbai news mumbai supreme court