Mumbai Rain:વહેલી પરોઢે જ કાળા ડિબાંગ વાદળો સાથે વરસ્યો વરસાદ, વાવાઝોડાની આગાહી

21 March, 2023 09:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ (Mumbai Rain Update)અને થાણે(Thane Rain)માં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો અને મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તીવ્ર વાવાઝોડાની શક્યતા છે.

તસવીર: રાહુલ બક્ષી ટ્વિટર

ફેબ્રુઆરી અને માર્ચના શરૂઆતી દિવસોમાં ભારે તાપ બાદ વાતાવરણ (Weather Update)માં પલટો આવ્યો છે.  મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તરપ્રદેશ સહિતના વિસ્તારોમાં ગત રોજ એટલે કે સોમવારે ભારે પવન સાથે ઝાપટું આવ્યું હતું. જ્યારે કે આજે એટલે કે મંગળવારે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદે ફરી આગમન કર્યુ છે. મુંબઈ (Mumbai Rains)માં સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને વાતાવરણ ઠંડુ બન્યું હતું. 

ભારતીય હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, મુંબઈ (Mumbai Rain Update)અને થાણે(Thane Rain)માં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો અને મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તીવ્ર વાવાઝોડાની શક્યતા છે.

IMD મુંબઈએ ચેતવણી જારી કરીને જણાવ્યું હતું કે, "આગામી 3-4 કલાક દરમિયાન મુંબઈ, થાણે, રાયગઢ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન સાથે વીજળીના ચમકારા અને હળવાથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડું આવવાની સંભાવના છે. બહાર જતી વખતે સાવચેતી રાખો."

હવામાન વિભાગ દ્વારા મહારાષ્ટ્રના મુંબઈ અને થાણે જિલ્લાઓ માટે વાવાઝોડા અને મધ્યમ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: માવઠાએ કરી દ્રાક્ષને ખાટી

પ્રાદેશિક હવામાન કેન્દ્ર મુંબઈએ ટ્વીટ કર્યું કે "પશ્ચિમી પવનો અરબી સમુદ્રમાંથી ભેજનું ઘૂસણખોરી તરફ દોરી જાય છે. મુંબઈ હાલમાં હળવાથી મધ્યમ વરસાદનો અનુભવ કરી રહ્યું છે ... મોટાભાગે ઉપનગરોમાં."

શહેરમાં કમોસમી વરસાદના વીડિયો અને તસવીરો શેર કરવા માટે નેટીઝન્સ ટ્વિટર પર આવ્યા હતા.

 

mumbai rains maharashtra thane