Mumbai: BMCને મળ્યા નવા વડા, ઇકબાલ ચહલ હવે પ્રવીણ પરદેશીની જગ્યાએ

08 May, 2020 09:11 PM IST  |  Mumbai | Dharmendra Jore

Mumbai: BMCને મળ્યા નવા વડા, ઇકબાલ ચહલ હવે પ્રવીણ પરદેશીની જગ્યાએ

ઇકબાલ સિંઘ ચહલ હવે પ્રવિણ પરદેશીને બદલે BMCનાં નવા ચીફ તરીકે કામ કરશે અને પ્રવિણ પદરેશી મંત્રાલયમાં અર્બન ડેવલપમેન્ટ સંભાળશે જે પહેલાં ચહલ સંભાળતા હતા

મુંબઇમાં કોરોનાવાઇરસનાં વધતા જતા કેસિઝ અને હૉસ્પિટલ મિસમેનેજમેન્ટનાં આક્ષેપોની વચ્ચે મહારાષ્ટ્ર સરકારે ટોચનાં વહીવટી તંત્રમાં ધરમૂળથી ફેરફાર કરી દીધો છે. બૃહ્નમુંબઇ મ્યુનિસપલ કોર્પોરેશન (BMC)નાં મ્યુનિસિપલ કમિશનર પ્રવિણ પરદેશી સહિતનાં બે નાયબ કમિશનરને બદલી નાખવામાં આવ્યા છે.

ઇકબાલ સિંઘ ચહલ હવે પ્રવિણ પરદેશીને બદલે BMCનાં નવા ચીફ તરીકે કામ કરશે અને પ્રવિણ પદરેશી મંત્રાલયમાં અર્બન ડેવલપમેન્ટ સંભાળશે જે પહેલાં ચહલ સંભાળતા હતા.અશ્વિની ભીડે જે મેટ્રો 3ની કોન્ટ્રોવર્સી અને ટ્રાન્સફર પછી પોસ્ટિંગની રાહ જોઇ રહ્યા હતા તે એડિશનલ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમાયા છે અને સાથે બીજા એડિશનલ મ્યુનિસિપલ કમિશનર તરીકે થાણેનાં સંજીવ જયસ્વાલ છે જે પહેલા થાણે સિવિકમાં હતા. આ બંન્ને અધિકારીઓ બાબાસાહેબ જરાડ અને જયશ્રી ભોજને રિપ્લેસ કરશે.

પ્રવીણ પરદેશી અને તેમને રાજકીય વહીવટી વડા વચ્ચેનાં મતભેદને કારણે આ નિર્ણય લેવાયો છે. આ અંગે વિરોધ પક્ષે પણ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે શિવ સેનાની સરકાર પોતાની નિષ્ફળતા છૂપાવવાનો પ્રયાસ કરે છે અને આ માટે જ બ્યુરોક્રેટ્સની ટ્રાન્સફર કરાઇ રહી છે.

brihanmumbai municipal corporation mumbai uddhav thackeray