નવો હિમાલય બ્રિજ બાંધવા માટે હેરિટેજ કમિટીની મંજૂરી લેવાશે

17 February, 2020 08:00 AM IST  |  Mumbai

નવો હિમાલય બ્રિજ બાંધવા માટે હેરિટેજ કમિટીની મંજૂરી લેવાશે

બ્રિજ

કૉર્પોરેશને રિકન્સ્ટ્રક્શનની યોજના ઘડી કાઢી છે અને સ્ટૅન્ડિંગ કમિટીના સભ્યોને આપવામાં આવેલા જવાબ અનુસાર વિભાગ બ્રિજના કન્સ્ટ્રક્શન માટે મુંબઈ હેરિટેજ કન્ઝર્વેશન કમિટી પાસેથી મંજૂરી મેળવશે.

આ બ્રિજ ધસી પડ્યા બાદ અન્ય ઘણા બ્રિજ વિશે વિવાદ સર્જાયો હતો અને કૉર્પોરેશનના અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવાનાં સૂચનો કરવામાં આવ્યાં હતાં. સ્ટૅન્ડિંગ કમિટીના કૉર્પોરેટરોએ દાવો કર્યો હતો કે સ્ટેશનના ઉત્તર છેડા પર સીએસએમટી પર અવર-જવર કરવા માટે વ્યસ્ત ડી. એન. માર્ગ પાર કરવા માટે રોજિંદા પ્રવાસીઓ માટે કોઈ જગ્યા નથી.

જોકે કૉર્પોરેશનના વહીવટી તંત્રે કૉર્પોરેટરોને આપેલા લેખિત જવાબમાં નોંધ્યું હતું કે ધરાશાયી થયાના તરત બાદ નાગરિકોની અવર-જવર માટે ઝિબ્રા ક્રૉસિંગ ઉપલબ્ધ બનાવવામાં આવી હતી અને એનાથી માત્ર ૨૦૦ મીટરના અંતરે આવેલો સબવે આવ-જા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યાનુસાર આ બ્રિજમાં એસ્કેલેટર્સ હશે અને બીએમસી બ્રિજનો દેખાવ આ વિસ્તારના હેરિટેજ પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

એક કૉર્પોરેશન અધિકારીના જણાવ્યા અનુસાર ‘આ બ્રિજ હેરિટેજ હેઠળ આવતો હોવાથી કન્સલ્ટન્ટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિઝાઇન હેરિટેજ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે અને એક વખત હેરિટેજ કમિટી પાસેથી મંજૂરી મળી જાય ત્યાર બાદ બ્રિજના બાંધકામ માટે કૉન્ટ્રૅક્ટરોની નિયુક્તિ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે.’

mumbai news brihanmumbai municipal corporation chhatrapati shivaji terminus