મુંબઈ: હવે કચરાના પ્રોસેસિંગ માટે ચાર્જ ચૂકવવો પડશે

15 February, 2020 07:49 AM IST  |  Mumbai | Arita Sarkar

મુંબઈ: હવે કચરાના પ્રોસેસિંગ માટે ચાર્જ ચૂકવવો પડશે

મુંબઈના રહેવાસીઓએ હવે તેમના કચરાના નિકાલ માટે પૈસા ચૂકવવા પડશે. કૉર્પોરેશને તેમનો ઘન કચરો એકઠો કરીને એના પ્રોસેસિંગ માટે લોકો પાસેથી ચાર્જ વસૂલવાનો પ્લાન તૈયાર કર્યો છે.

લોકો પાસેથી તેમના ઘન કચરાના એકત્રીકરણ અને પ્રોસેસિંગ માટે ચાર્જ વસૂલવાની યોજના શુક્રવારથી ‘એફ’ સાઉથ વૉર્ડમાં પાઇલટ પ્રોજેક્ટ સ્વરૂપે શરૂ થઈ ગઈ છે. આ માટે એક એનજીઓની નિયુક્તિ કરવામાં આવી છે જે રહેણાક સોસાયટીઓ તથા કમર્શિયલ બિલ્ડિંગમાંથી આ સુવિધા બદલનો ચાર્જ વસૂલશે અને આ સમગ્ર કચરાનું વૉર્ડમાં જ પ્રોસેસિંગ થશે.

કૉર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે પાઇલટ પ્રોજેક્ટમાં ‘એફ’ સાઉથ વૉર્ડનાં ૧૦,૫૦૦ ઘરોને આવરી લેવાયાં છે અને ભીના કચરાનું કમ્પોસ્ટિંગ કરાય છે, જ્યારે સૂકા કચરાને ક્રશ કરીને એનજીઓ દ્વારા રિસાઇક્લિંગ વેન્ડરને વેચવામાં આવશે. સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અશોક ખૈરેએ જણાવ્યું હતું કે ‘અમે છ મહિના માટે એનજીઓ નિયુક્ત કરી છે. જો કામગીરી યોગ્ય રીતે કરવામાં આવશે તો અમે વધુ છ મહિનાનું એક્સ્ટેન્શન આપીશું. જો સફળતા મળશે તો અમે લૉટરી સિસ્ટમ થકી અન્ય વૉર્ડ માટે વધુ એનજીઓને સાંકળીશું.’

એકત્રિત કરાયેલા કચરાને પરેલની કેઈએમ હૉસ્પિટલ નજીક ગોખલે સોસાયટી લેન ખાતે સ્થાપવામાં આવેલા પ્રોસેસિંગ સેન્ટર પર લઈ જવાશે. પાઇલટ એરિયા રોજ દૈનિક ૧૨ મેટ્રિક ટન ઘન કચરો પેદા કરે છે. એકત્રીકરણ બાદ ભીના કચરાને જુદો પાડીને એને કમ્પોસ્ટિંગ પીટમાં નાખતાં પહેલાં શ્રેડિંગ મશીનમાં મૂકવામાં આવશે.

arita sarkar mumbai news brihanmumbai municipal corporation