MSRTCનાં મુસાફરોએ નાલાસોપારા સ્ટેશને કર્યા રેલ રોકોનાં દેખાવો

22 July, 2020 11:22 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

MSRTCનાં મુસાફરોએ નાલાસોપારા સ્ટેશને કર્યા રેલ રોકોનાં દેખાવો

બુધવારે સવારની આ ઘટનામાં તેમણે ટોળે વળે રેલ રોકો આંદોલન જેવી સ્થિતિ ખડી કરી

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC)નાં કોમ્યુટર્સ, રોજેરોજ આવનજાવન કરનારા મુસાફરો રોષે ભરાતા વેસ્ટર્ન રેલ્વેડના નાલાસોપારા (Nalasopara) સ્ટેશન પર ધસી જઇ તેમણે દેખાવો કર્યા હતા. બુધવારે સવારની આ ઘટનામાં તેમણે ટોળે વળે રેલ રોકો આંદોલન જેવી સ્થિતિ ખડી કરી હતી. તેઓ MSRTCએ અચાનક જ બંધ કરેલી અમુક સેવાઓને પગલે તેમને ટ્રેનમાં સફર કરવા દેવાય તે માટે માંગ કરી હતી. MSRTCની જાહેરાત અનુસાર માત્ર અનિવાર્ય કર્મચારીઓ જ બસમાં મુસાફરી કરી શકશે તેવી જાહેરાત પછી રોજે રોજ કામે જવા માટે બસિઝનો ઉપયોગ કરનારા આ મુસાફરોએ ટ્રેન રોકો આંદોલન કરવાનું નક્કી કર્યું હતું.

ટોળાંને સાચવવું એક સમય પછી બહુ મુશ્કેલ થઇ પડ્યું કારણકે જેવી ટ્રેન આવતી દેખાઇ લોકો મોટી સંખ્યામાં પાટા પર કુદી પડ્યા અને ટ્રેનને રોકી દઇ તેને ચાર મીનિટ મોડી કરી હતી. મોટા ભાગનાં લોકોને તો સ્ટેશન પરતી વિખેરી દેવાયા પણ પછી પણ તેમણે આ વિરોધ દેખાવો બસ ડેપો પર ચાલુ રાખ્યા હતા. MSRTCએ બસમાં યાત્રાના નિયમો હટાવીને સવલતો ઉપલબ્ધ કરાવી પછી પણ આ વિરોધો ચાલુ જ રહ્યા હતા. સ્થાનિક અધિકારીઓએ હવે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સને બોલાવ્યો છે તથા પરિસ્થિતિ કાબુમાં લાવવા જરૂરી ટુકડીઓને આવવા વિનંતી કરી છે.MSRTC અધિકારીએ કહ્યુ કે નાલાસોપારા બસ ડેપો પર બહુ જ દબાણ વધી ગયું હતું અને એસેન્શિયલ વર્કર્સ સિવાયનાં લોકો પણ બસનો ઉપયોગ કરી રહ્યા હતા જેમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જરા પણ નહોતું જળવાતું.

mumbai mumbai railways nalasopara maharashtra state road transport corporation