મુંબઈ: મહાલક્ષ્મીમાં 745.69 કરોડના ખર્ચે બીએમસી બંધાશે બે નવા બ્રિજ

21 January, 2020 07:24 AM IST  |  Mumbai

મુંબઈ: મહાલક્ષ્મીમાં 745.69 કરોડના ખર્ચે બીએમસી બંધાશે બે નવા બ્રિજ

મહાલક્ષ્મી બ્રિજ

અવરજવર કરવા માટે મહાલક્ષ્મી બ્રિજનો નિયમિત ઉપયોગ કરનારા મુસાફરો માટે એક ખુશ ખબર છે. બૃહનમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી) ટૂંક સમયમાં જ ટ્રાફિક જૅમની સ્થિતિને હળવી કરવા માટે રેલવે સ્ટેશનની નજીક હાલના બ્રિજની બન્ને બાજુએ ૭૪૫.૬૯ કરોડ રૂપિયાના ખર્ચે બે નવા બ્રિજનું નિર્માણ કરશે. શહેરના પરિવહન નેટવર્કના ઝીણવટપૂર્વકના અભ્યાસ – કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાનમાં આ વિશેના સૂચનને પગલે આ નિર્ણય લેવાયો હતો.

આ બ્રિજ ડૉ. ઇ. મોઝિસ રોડ અને કેશવરાવ ખાડે માર્ગ – બન્ને બાજુએ મહાલક્ષ્મી બ્રિજ ખાતે બાંધવામાં આવશે અને બીએમસી દ્વારા મહાલક્ષ્મી ખાતે સાઉથ અને નૉર્થ બ્રિજ તરીકે ઓળખવામાં આવશે. શહેરના પરિવહન અને ટ્રાફિકના સંપૂર્ણ અભ્યાસ બાદ કરવામાં આવેલા સૂચનને પગલે આ નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચો : બાલભારતી પાઠ્યપુસ્તકની નીતિ: તમામ વિષયોની એક જ ટૅક્સ્ટ-બુક

આ બે બ્રિજ મહાલક્ષ્મી રેલવે સ્ટેશન ખાતે હાલના ૯૦ વર્ષ જૂના બ્રિજ ઉપરાંતના વધારાના રોડઓવર બ્રિજ (આરઓબી) હશે. સ્ટૅન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવનારી દરખાસ્ત અનુસાર ઉત્તર તરફનો બ્રિજ (ડૉ. ઇ. મોઝિસ રોડ) ૬.૩૯ મીટર લાંબો કન્વેન્શનલ બ્રિજ હશે અને એ સાત રસ્તા તરફથી આવનારા મુસાફરોને વર્લી નાકા સાથે જોડશે.

mahalaxmi brihanmumbai municipal corporation mumbai news mumbai