તીડનાં ટોળાઃ ચિંતા ન કરશો એ તમારા ઘરે નહીં પહોંચી જાય

29 May, 2020 01:14 PM IST  |  Vinod Kumar Menon

તીડનાં ટોળાઃ ચિંતા ન કરશો એ તમારા ઘરે નહીં પહોંચી જાય

તીડનું આ ટોળું બાવનથાડી નદી ઉપર થઇ બાલાઘાટ જિલ્લા મધ્યપ્રદેશમાં પહોંચ્યું હતું

ગઇકાલે સાંજે મુંબઇમાં રહેતા ભલભલાએ સાંજ પડી એટલે ઘરનાં બારી બારણાં બંધ કરી દીધા કારણકે મોટા ભાગનાંએ તીડ શહેરમાં ફેલાઇ ગયા છે એવા જાતભાતનાં વીડિયો અને ફોટોગ્રાફ્સ પોતાના વૉટ્સઅપમા જોયા. મહારાષ્ટ્રમાં 8 કરોડ તીડ પહોંચ્યા હતા અને ખેતરોમાં તાંડવ કર્યા પછી તે શહેર તરફ વળ્યા હોવાના સમાચાર તીડ વેગે ફેલાયા હતા એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. મુંબઇકર્સને ભારે ટેન્શન થયું હતું ત્યારે ગોરેગાંવ અને મલાડમાં તીડ ઉડી રહ્યા છેનાં સમાચારોએ આ ટેન્શનમાં વધારો કર્યો હતો. કોઇ હાઇ રાઇઝ બિલ્ડિંગ પરથી લેવાયેલો વીડિયો જેને મુંબઇનો વીડિયો કહીને સતત વાઇરલ કરાયો હતો તે અંગે મિડ-ડેએ જ્યારે પી એલ લહાલે સાથે વાત કરી જે કોંકણ ડિવિઝનનાં સુપ્રિન્ટેન્ડન્ટ એગ્રિકલ્ચર ઑફિસર છે ત્યારે તેમણે કહ્યું કે, “આ પહેલાં અમે ક્યારેય નથી સાંભળ્યું કે તીડ મુંબઇમાં આવ્યા હોય પણ છતાં પણ આ વીડિયો ફરતો થયો પછી થાણે જિલ્લાનાં સુપ્રિન્ટેન્ડન્ટ એગ્રિકલ્ચર ઑફિસર અંકુશ માને એ તે વિસ્તારની મુલાકાત લીધી હતી.” અંકુશ માને જણાવ્યું કે, “અમને મળેલા સરનામે અમે બધી જ તપાસ કરી અને વીડિયો તો લોકોએ જોયો હતો પણ તીડને કોઇને નજરો નજર નહોતા જોયા. બિલ્ડીંગમાંથી કોઇએ વીડિયો લીધો હોવાનું પણ પ્રુવ ન થઇ શક્યું.”

 

વળી આ અધિકારીઓએ જણાવ્યા અનુસાર તીડનાં ટોળાંની મુવમેન્ટ અમે ગુજરાત પાલઘર વિસ્તારમાં ચેક કરી અને ત્યાં પણ કંઇ જોવા નહોતું મળ્યું. એક વરિષ્ઠ ઇન્ટોમોલોજિસ્ટ એટલે કે જીવ જંતુના એક્સપર્ટ ડૉ.વિનાયક જલગાઉંકરે આ અધિકારીઓને જણાવ્યું હતું કે વીડિયોમા જે ટોળું હતું તે વિખુટા પડેલા તીડનું ઝૂંડ હોઇ શકે છે અને જે રીતે ઉંચાઇથી વીડિયો લેવાયો હતો તે સાબિત કરતું હતું કે એ લોકો કશેય સેટલ નહોતા થવાના પણ બસ ઉડી રહ્યા હતા. તેમની દિશા એ વીડિયોમાંથી નક્કી કરવું શક્ય નહોતું.

રિજનલ એગ્રિકલ્ચરલ રિસર્ચ સ્ટેશન કરજતનાં ડૉ. વિનાયક જલગાંવકરે કહ્યું કે, “અન્ય વીડિયોમાં તો મેનગ્રોવ્ઝ પણ દેખાય છે અને સ્વાભાવિક છે કે તીડ મેન્ગ્રોવ્ઝ પર તો બેસવાનાં નથી.”

મુંબઇ મહાનગર પાલિકા BMCનાં ઇનસેક્ટિસાઇડ વિભાગના વડા રાજન નારિંગકરે મિડ-ડેને કહ્યું કે આપણે અત્યારે વરસાદની રાહ જઇ રહ્યા છીએ અને દક્ષિણ-પશ્ચિમનાં વાયરા ફુંકાય છે ત્યારે એ જાણવું જરૂરી છે કે તીડ ફુંકાતા પવનની વિરુદ્ધ ન ઉડી શકે. ખાવાનું ન હોય તો મુંબઇ જેવા શહેરમાં ટોળેબંધ ઉતરીને તીડ શું કરવાનાં?

એક ધારણા અનુસાર તીડનાં ટોળાં મધ્યપ્રદેશ તરફ ઉડી ગયા છે, છેલ્લે તે મહારાષ્ટ્રનાં ભંડારાથી પચાસ કિલોમિટર દૂર તુન્સા તાલુકામાં દેખાયા હતા. થાળીઓ, નગારા, જંતુનાશક બધાંને પગલે ઘણાં બધાં મરી ગયા અને બાકી ઉડી ગયા. એવી ધારણા હતી તે ગોંડિયા તરફ જશે પણ આ ટોળું બાવનથાડી નદી ઉપર થઇ બાલાઘાટ જિલ્લા મધ્યપ્રદેશમાં પહોંચ્યું હતું તેમ રાજ્યની સરહદ પરનાં અધિકારીઓએ જણાવ્યું હતું.

maharashtra mumbai madhya pradesh goregaon malad thane