કોસ્ટલ રોડ પર પાંચ વાહનો ટકરાયાં

06 May, 2025 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર અને ટૅક્સી સહિતનાં વાહનોની ટક્કર થવાથી નવ લોકોને ઈજા થઈ

વરલીથી બાંદરા તરફ જઈ રહેલાં ટૅક્સી અને કાર સહિતનાં પાંચ વાહનોની ટક્કર થઈ હતી

મરીન ડ્રાઇવથી બાંદરા સુધીના કોસ્ટલ રોડ પર ગઈ કાલે બપોરના એક વાગ્યે વરલીથી બાંદરા તરફ જઈ રહેલાં ટૅક્સી અને કાર સહિતનાં પાંચ વાહનોની ટક્કર થઈ હતી, જેમાં નવ લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

બાંદરા પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘કોસ્ટલ રોડ પર બાંદરા પાસે એક કારે અચાનક બ્રેક મારી હતી, જેથી કારની પાછળ આવી રહેલી ટૅક્સી ટકરાઈ હતી. ટૅક્સી અને કારની સાથે પાછળ આવી રહેલાં બીજાં ત્રણ વાહનો પણ અથડાયાં હતાં. આ અકસ્માતથી વાહનોને ભારે નુકસાન થયું હતું અને નવ લોકોને ઈજા પહોંચી હતી. કોસ્ટલ રોડ પર વધુપડતી સ્પીડથી વાહન ચલાવવાને લીધે આ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું. અકસ્માતમાં જખમી થયેલા ટૅક્સી-ડ્રાઇવર અને ટૅક્સીના બે પૅસેન્જરને તાત્કાલિક કોસ્ટલ રોડની ઍમ્બ્યુલન્સમાં કેઈએમ હૉસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા.’  

Mumbai Coastal Road marine lines worli bandra KEM Hospital road accident news mumbai mumbai news mumbai police mumbai traffic