Coronavirus Outbreak: મુંબઇમાં આજથી કેન્દ્રીય પેરામિલીટરી ફોર્સ તૈનાત

19 May, 2020 06:19 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Outbreak: મુંબઇમાં આજથી કેન્દ્રીય પેરામિલીટરી ફોર્સ તૈનાત

શહેરમાં પૉઝિટીવ કેસિઝની સંખ્યા 21,152 છે તેમ BMC એ જણાવ્યું હતું. મુંબઇમાં મોતનો આંકડો 757 પર પહોંચ્યો છે.

મુંબઇનાં કેટલાક વિસ્તારોમાં આજે, મંગળવારથી કેન્દ્રિય પેરામિલીટરી ફોર્સિસ તૈનાત કરવામાં આવશે. આ નિર્ણય સ્થાનિક પોલીસને મદદ આપવાના આશયથી લેવાયો છે જેથી કોરોનાવાઇરસ સામેની લડતમાં મદદરૂપ થઇ શકાય.

ઝોન – 1 એટલે કે કોલાબાથી મરીન ડ્રાઇવ, ઝોન-3 એટલે તારદેવ, નાગપાડા, વર્લીથી એન એમ જોશી માર્ગ, ઝોન 5 એટલે કે ધારાવીથી દાદર, ઝોન 6 એટલે ચેમ્બુરથી માનખુર્દ અને ઝોન 9 એટલે કે બાંન્દ્રાથી અંબોલી એટલે કે અંધેરી વેસ્ટમાં આ ટૂકડીઓ તૈનાત કરાશે. મુંબઇ પોલીસનાં PRO એ જણાવ્યું કે, “CISF અને CRPFની પાંચ કંપનીઓ આ ઝોન્સમાં કામ કરશે.

 Covid-19નો સૌથી આતંકી ભરડો મુંબઇમાં છે અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસિઝ તો મુંબઇમાં જ છે. શહેરમાં પૉઝિટીવ કેસિઝની સંખ્યા 21,152 છે તેમ BMC એ જણાવ્યું હતું. મુંબઇમાં મોતનો આંકડો 757 પર પહોંચ્યો છે.

mumbai news covid19 coronavirus