દાદરના લોકોને રાહત : વાહનો રસ્તા પર પાર્ક કરી શકશે

04 March, 2020 07:30 AM IST  |  Mumbai

દાદરના લોકોને રાહત : વાહનો રસ્તા પર પાર્ક કરી શકશે

પાર્કિંગ

પબ્લિક પાર્કિંગ લોટ્સના વિસ્તારોમાં વાહનો પાર્ક કરવા બદલ દંડ વસૂલવા બાબતે સ્થાનિક લોકો તરફથી ટીકાઓનો સામનો કર્યા પછી મુંબઈ મહાનગરપાલિકાએ નવો રસ્તો કાઢ્યો છે. દાદરના લોકોને રાહત થાય એવી જોગવાઈ મહાનગરપાલિકાએ કરી છે. શિવસેના ભવન પાસેના કોહિનૂર ચોકના પબ્લિક પાર્કિંગ લોટની આસપાસના લોકો ટોઇંગનો ડર રાખ્યા વગર રસ્તા પર વાહનો પાર્ક કરી શકશે. આ જોગવાઈ કોહિનૂર પબ્લિક પાર્કિંગ લોટની આસપાસના ૨૮ રસ્તા અને ગલીઓને લાગુ પડશે.

એ વિસ્તારના લોકોને સબસિડાઇઝ્ડ રેટ્સ પર પાર્કિંગ પાસીસ આપવામાં આવશે. સબસિડાઇઝ્ડ પાર્કિંગ રેટ્સ અનુસાર ફોર વ્હીલરના માલિક ૬૦૦૦ રૂપિયા ચૂકવીને છ મહિના અને ૧૨,૦૦૦ રૂપિયા ચૂકવીને બાર મહિના પાર્કિંગ કરી શકશે. ટુ વ્હીલરના માલિકો ૨૬૦૦ રૂપિયા પાર્કિંગ ફી ભરીને છ મહિના અને ૫૨૦૦ રૂપિયા પાર્કિંગ ફી ભરીને આખું વર્ષ પાર્કિંગ કરી શકશે.

brihanmumbai municipal corporation mumbai mumbai news dadar