ભાજપાના સિનિયર નેતા કિરીટ સોમૈયા તથા તેમનાં પત્નીને COVID-19 પૉઝિટીવ

10 August, 2020 11:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભાજપાના સિનિયર નેતા કિરીટ સોમૈયા તથા તેમનાં પત્નીને COVID-19 પૉઝિટીવ

કિરીટ સૌમૈયા

માજી સંસદ સભ્ય અને ભાજપાના સિનિયર લિડર કિરીટ સોમૈયાએ (Kirit Somaiya) સોમવારે ટ્વીટ કરીને જાણ કરી હતી કે તેમને અને તેમનાં પત્નીને  COVID-19 પૉઝિટીવ આવ્યો છે. મહારાષ્ટ્ર ભાજપાનાં વાઇસ પ્રેસિડન્ટે ટ્વીટ કર્યું કે, “હું અને મારી પત્ની મેધા સૌમૈયા  COVID પૉઝિટીવ છીએ.”

સોમૈયાએ ઉમેર્યું કે તેઓ બંન્ને હૉસ્પિટલમાં છે તથા કોરોનાવાઇરસના સંક્રમણ માટે અનિવાર્ય સારવાર લઇ રહ્યા છે . જેવા જ તેમણે આ સમાચાર શૅર કર્યા નેટિઝન્સે તેમને સાજા થવા માટેની શુભેચ્છાઓ પ્રાર્થી હતી.

કિરીટ સોમૈયા ઉપરાંત પ્રણવ મુખર્જી તથા અન્ય કેટલાક યુનિયર મિનિસ્ટર્સ જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ છે તેમને કોરોનાવાઇરસનું સંક્રમણ લાગુ પડ્યું છે અને તેઓ સારવાર હેઠળ છે. આ લિસ્ટમાં અર્જુ રામ મેઘવાલ જે રાજ્ય મંત્રી છે, કૃષિ રાજ્ય મંત્રી  કૈલાશ ચૌધરી વગેરેનો સમાવેશ પણ થાય છે. તામીલનાડુના ગવર્નર બનવારીલાલ પુરોહિત, કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા, કર્ણાટકના સ્વાસ્થ્યમંત્રી બી શ્રીરામલુ પણ એ રાજકારણીઓ છે જેમનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે.

coronavirus covid19 kirit somaiya