મુંબઈ : બેસ્ટ અને પશ્ચિમ રેલવેના સ્ટાફ દ્વારા વિરોધ-પ્રદર્શન

15 September, 2020 09:43 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ : બેસ્ટ અને પશ્ચિમ રેલવેના સ્ટાફ દ્વારા વિરોધ-પ્રદર્શન

વિરોધ-પ્રદર્શન

આ અઠવાડિયાની શરૂઆત વરિષ્ઠ અધિકારીઓની મનમાની સામે બેસ્ટના કર્મચારીઓના વિરોધ-પ્રદર્શન સાથે થઈ હતી. રેલવેના કર્મચારીઓએ પણ નવી પેન્શન યોજનાનો વિરોધ કરી મોંઘવારી ભથ્થાની શરતોમાં ફેરફાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

ગયા અઠવાડિયે બસ-ડ્રાઇવર અને વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે થયેલી ઘટના બાદ બેસ્ટના વડાલા ખાતેના કર્મચારીઓએ ધમાલ મચાવી હતી. બસ-નંબર 368ને શિવરી અને મુલુંડ વચ્ચે સુપરવાઇઝર્સ દ્વારા રોકીને વધુ મુસાફરો લેવા જણાવ્યું હતું, જે મુદ્દે બન્ને વચ્ચે વિવાદ વકર્યો હતો. બસ-ડ્રાઇવરના મતે આ મુસાફરોની સુરક્ષાનો વિષય હતો. બીજી તરફ પશ્ચિમ રેલવેના કર્મચારી યુનિયને રેલવેના ખાનગીકરણ, નવી પેન્શન યોજના તેમ જ મોંઘવારી ભથ્થાની નીતિમાં ફેરફાર જેવાં કારણોને લીધે 14 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર દરમ્યાન જન જાગરણ અભિયાન શરૂ કર્યું હતું. કેન્દ્રએ કોવિડ-19ને અનુલક્ષીને એના કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થાં પર વધારો અટકાવવાનો નિર્ણય લીધો હતો. આ વિરોધમાં રેલવે મજદૂર યુનિયન પણ સામેલ હતું.

mumbai mumbai news western railway brihanmumbai electricity supply and transport rajendra aklekar