મહાલક્ષ્મી રેસકોર્સ પર 41 લાખમાં ખરીદાયો અશ્વ, સર્જાયો વિક્રમ

27 February, 2020 08:53 PM IST  |  Mumbai Desk | Hemal Ashar

મહાલક્ષ્મી રેસકોર્સ પર 41 લાખમાં ખરીદાયો અશ્વ, સર્જાયો વિક્રમ

ચંપક ઝવેરીએ 41 લાખમાં ખરીદ્યો પ્યોર બ્રિડ અશ્વ

મંગળવારે સાંજે રોયલ વેસ્ટર્ન ઇન્ડિયા ટર્ફ કલ્બ (RWITC) મહાલક્ષ્મીમાં 2020ની હરાજી થઇ. પ્યોર બ્રિડ અશ્વોની આ હરાજીમાં જ્યારે 41.5 લાખમાં એક અશ્વ વેચાયો ત્યારે રોકોર્ડ તુટ્યો. બે વર્ષનો આ અશ્વ ખરીદનારા મુંબઇના ચંપક ઝવેરી છે. તેમની આ ખરીદી પછી શેમ્પેઇનની છોળો ઉડી અને અશ્વની ખરીદીમાં નવો વિક્રમ સેટ થયો હોવાથી તાળીઓના ગડગડાટથી માહોલ ગુંજી ઉઠ્યો. RWITCના ચેરમેન ઝવારી પુનાવાલાએ કહ્યું, “ઑક્શન સેલની 80 વર્ષના ઇતિહાસનો આ રેકોર્ડ છે. આ પહેલાં ક્યારેય પણ કોઇ ઘોડો આ કિંમતે નથી વેચાયો. આ પહેલાં 30 લાખ અને 32 લાખમાં અશ્વો વેચાયા છે જે પણ આ ઑક્શન્સ માટે તો બહુ મોટી રકમ છે.” ચંપકભાઇએ 41 લાખમાં ખરીદેલો આ અશ્વ જાયન્ટ સ્ટાર અશ્વનો ભાઇ છે અને મલેશ નર્રેદુ દ્વારા તેને ટ્રેઇન કરાયો છે.RWITCના પૂર્વ ચેરમેન વિવેક જૈને ટ્વિટ કર્યું કે, “મારા સાચા અને ગણતરીના વિશ્વાસુ મિત્રોમાંના એક ચંપકભાઇએ આજે વિક્રમ સર્જ્યો છે અને મારા જાયન્ટ સ્ટારના ફુલ બ્રધરને હથોડીના ટકોરા પર અત્યાર સુધીની સૌથી વધુ રકમ ચુકવીને મંગળવારની હરાજીમાં ખરીદ્યો છે.” મુંબઇમાં થતી આ હરાજીને 2018માં ‘રિવાઇવ’ કરવામાં આવી હતી અને આ રિવાઇવલ 20 વર્ષે થયું. બે દાયકાથી આ હરાજી મુંબઇ નહીં પણ પુનામાં થતી હતી કારણકે અહીં જગ્યા ઓછી પડતી હતી પણ હવે આ હરાજી ફરી તબડક તબડક કરતી તેની રેવાલ ચાલમા અહીં આવી પહોંચી છે અને સાથે રુપિયાનો ખણકાટ પણ લાવી છે.                                                                                           

mumbai mahalaxmi racecourse mumbai news