કૅબના ડ્રાઇવર સાથે OTP શૅર કરવાનું મોંઘું પડ્યું : 14,000ની ઉચાપત

07 April, 2019 11:33 AM IST  |  મુંબઈ

કૅબના ડ્રાઇવર સાથે OTP શૅર કરવાનું મોંઘું પડ્યું : 14,000ની ઉચાપત

ઓલા કૅબ

ઑબેરૉય સ્પ્લેન્ડરથી પ્રભાદેવીસ્થિત પોતાની ઑફિસ જવા માટે ઓલા કૅબ બુક કરનારા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ વિરાજ પ્રસાદ અને ટોચની ન્યુઝ ચૅનલમાં એક્ઝિક્યુટિવ નીતિન માથુરને ઓલા કૅબના ડ્રાઇવર સાથે OTP શૅર કરવાનું મોંઘુ પડ્યું. બન્નેનાં ખાતાંમાંથી અનુક્રમે ૧૦,૦૦૦ અને ૪૦૦૦ રૂપિયા ઉપાડાઈ ગયા.

વિરાજ પ્રસાદે કૅબ ડ્રાઇવરને ફોન કરતાં તેણે લોકેશન શોધવામાં મુશ્કેલી પડી રહી હોવાનું જણાવી વિરાજ પાસેથી OTP માગ્યો અને કહ્યું કે રાઇડ શરૂ કરવા માટે બીજો OTP આવશે. તેની વાતોમાં આવી વિરાજ પ્રસાદે OTP શૅર કર્યો હતો. આવું જ કંઈક નીતિન માથુર સાથે પણ થયું હતું.

પ્રસાદે મેઘવાડી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. માથુરે ટ્વિટર પર પોતાની આપવીતી જણાવી હતી. સાઇબર સિક્યૉરિટી એક્સપર્ટ જણાવે છે કે જ્યારે કોઈ શખ્સ અન્ય કોઈ ડિવાઇસ પર અન્ય કોઈની ઓલા ઍપ ચલાવવાની કોશિશ કરે તો એક OTP જનરેટ થાય છે. જો આ OTP કોઈ અન્ય સાથે શૅર કરવામાં આવે તો આવી ઘટના થઈ શકે છે.

ola mumbai news