પાણીની પાઇપલાઇનનું સમારકામ કરી રહેલા 7 કર્મચારીઓને ઇલેક્ટ્રિક શૉક

20 October, 2020 11:06 AM IST  |  Mumbai | Mumbai Correspondent

પાણીની પાઇપલાઇનનું સમારકામ કરી રહેલા 7 કર્મચારીઓને ઇલેક્ટ્રિક શૉક

45 વર્ષના ગણેશ દત્તુ ઉગલે અને 40 વર્ષના અમોલ કાળે

ચેમ્બુર ઈસ્ટર્ન એક્સપ્રેસ પર આવેલા સુમનનગર જંક્શન પર કુર્લા પોલીસચોકીની પાછળ પાણીની પાઇપલાઇનનું સામારકામ કરી રહેલા પાલિકાના ૭ કર્મચારીઓને ગઈ કાલે ઇલેક્ટ્રિક શૉક લાગતાં દુર્ઘટના સર્જાઈ હતી અને એમાં બે કર્મચારીઓનાં મોત થયાં હતાં. પાંચ કર્મચારીઓને રાજાવાડી હૉસ્પિટલમાં સારવાર અપાઈ તેમને રજા અપાઈ હતી.

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર અણ્ણાભાઉ સાઠે ફ્લાયઓવર પાસે નાળાને પહોળું કરવાનું કામ ચાલી રહ્યું છે. એ કામ કરતી વખતે પાલિકાની પાણીની પાઇપલાઇનમા પંક્ચર થતાં એમાં ફૉલ્ટ અવ્યો હતો. એથી એના સમારકામ માટે ખાડો ખોદાયો હતો જેમાં પાણી ભરાઈ ગયું હતું. એ પાણી કાઢવા ચારથી પાંચ પમ્પ બેસાડવામાં આવ્યા હતા જે ડીઝલના જનરેટરથી ચાલતા હતા. ગઈ કાલે સવારે 8 વાગ્યે એ જગ્યાએ કામ કરી રહેલા 7 કર્મચારીઓને ઇલેક્ટ્રિક શૉક લાગ્યો હતો. તરત જ તેમને રાજાવાડી હૉસ્પિચલ લઈ જવાયા હતા. ડૉક્ટરોએ તેમાંના 45 વર્ષના ગણેશ દત્તુ ઉગલે અને 40 વર્ષના અમોલ કાળેને મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય પાંચ કર્મચારીઓની સારવાર કરી તેમની તબિયત સુધારામાં જણાતાં તેમને ઘરે જવાની રજા આપવામાં આવી હતી.

kurla brihanmumbai municipal corporation mumbai news mumbai