Mumbai: NCP નેતા અનિલ દેશમુખને શહેરથી બહાર પ્રવાસ કરવાની મળી પરવાનગી

06 February, 2023 01:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અનિલ દેશમુખ (Anil Deshmukh)ને પોતાના ક્ષેત્રનો પ્રવાસ કરવા માટે કૉર્ટ તરફથી પરવાનગી આપી દેવામાં આવી છે. અનિલ દેશમુખે કૉર્ટ પાસેથી નાગપુર જવા માટે પરવાનગી માગી હતી જે તેમનું ગૃહનગર પણ છે.

અનિલ દેશમુખ (ફાઇલ તસવીર)

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને મની લૉન્ડ્રિંગ સહિત બે કેસમાં જામીન પર બહાર અનિલ દેશમુખ (Anil Deshmukh)ને પોતાના નિર્વાચન ક્ષેત્રનો પ્રવાસ કરવા માટે કૉર્ટ તરફથી પરવાનગી આપી દેવામાં આવી છે. અનિલ દેશમુખે કૉર્ટ પાસેથી નાગપુર જવા માટે પરવાનગી માગી હતી જે તેમનું ગૃહનગર પણ છે.

ઉદ્ધવ ઠાકરે સાથે કરી હતી મુલાકાત
NCPના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખે રવિવારે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સાથે તેમના નિવાસસ્થાન માતોશ્રી જઈને મુલાકાત કરી હતી. દેશમુખે કહ્યું કે આ એક શિષ્ટાચાર ભેટ હતી.

દેશમુખે કહ્યું કે "અમારું જૂનું જોડાણ રહ્યું છે. હું તેમની કેબિનેટમાં ગૃહમંત્રી હતો અને અમે ઘણીવાર મળતા હતા. મારી આજની યાત્રા ફક્ત એક શિષ્ટાચાર મુલાકાત છે." બેઠક દરિમયાન શિવસેના (યૂબીટી)ના સાંસદ સંજય રાઉત પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : મોટું પરાક્રમ કર્યું હોય એવું અનિલ દેશમુખનું જેલની બહાર થયું સ્વાગત

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખના સહાયક કુંદન શિંદેને ભ્રષ્ટાચાર મામલે જામીન મળી ચૂક્યા હતા. મુંબઈની એક સ્પેશિયલ કૉર્ટે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના સહાયક કુંદન શિંદેને શુક્રવારે ભ્રષ્ટાચાર મામલે જામીન આપી દીધા, જેની તપાસ કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (સીબીઆઈ) કરી રહી છે. શિંદેના વકીલ અનિકેત નિકમે જણાવ્યું કે વિશેષ સીબીઆઈ ન્યાયાધીશ એસએચ ગ્વાલાનીએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા દેશમુખના ખાનગી સહાયક તરીકે કામ કરનારા શિંદેની જામીન અરજી સ્વીકારી લીધી.

Mumbai mumbai news anil deshmukh pune pune news sanjay raut uddhav thackeray