સુશાંત-રિયા ડ્રગ્સની સપ્લાયનું કનેક્શન પાકિસ્તાન સુધી નીકળ્યું છે: NCB

22 September, 2020 01:14 PM IST  |  Mumbai | Mumbai Correspondent

સુશાંત-રિયા ડ્રગ્સની સપ્લાયનું કનેક્શન પાકિસ્તાન સુધી નીકળ્યું છે: NCB

પ્રતીકાત્મક તસવીર

ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતમાં ડ્રગ્સના એન્ગલની ચાલી રહેલી તપાસ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ને બૉલીવુડ અને મુંબઈમાં કૉકેઇન અને અન્ય કૅફી દ્રવ્યોની સપ્લાય કરતાં અમૃતસર અને પાકિસ્તાનનાં મોટાં ડ્રગ સંગઠનો અને એકમો તરફ દોરી ગઈ છે.

એનસીબી ગ્રાહકથી પેડલર, તેનાથી પેડલર, પેડલરથી સપ્લાયર અને સપ્લાયરથી વેપારનું નિયંત્રણ કરનારાં સંગઠનોના સગડ મેળવી રહી છે, ત્યારે જે ચિત્ર ઊપસી રહ્યું છે તેનાથી બૉલીવુડના ભૂતકાળના અને વર્તમાન સમયના એ-લિસ્ટર્સ તથા તપાસ સંસ્થાની રડારમાં રહેલા અન્ય લોકોનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે. આ કેસમાં રિયાની ધરપકડ થઈ જ છે. બૉલીવુડમાં ડ્રગ્સના દૂષણમાં કોણ-કોણ સંડોવાયેલું છે અને મુંબઈમાં કોણ-કોણ સપ્લાયરો છે તે અંગે અમે સ્પષ્ટ વિચાર ધરાવીએ છીએ. હેરોઇન, કૉકેઇન અને મિથામ્ફેટામાઇન સહિતનાં નશીલાં દ્રવ્યોનું સેવન કરનારા લોકો સામે પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે, એમ સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસથી વાકેફ એનસીબીના એક સિનિયર અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.

તપાસના કેન્દ્રમાં રહેલી અમૃતસરની લિન્કને આ સપ્તાહે એનસીબી દ્વારા સમન્સ પાઠવવામાં આવે તેવી શક્યતા છે, ત્યારે તપાસ સંસ્થાએ મુંબઈમાં કૉકેઇન સપ્લાય કરનારા સપ્લાયરો વિશે જાણકારી મેળવવા અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઑસ્ટ્રેલિયન ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીઓની મદદ માગી છે.

sushant singh rajput rhea chakraborty Crime News bollywood mumbai crime news mumbai crime branch pakistan