મુંબઈ: નાલાસોપારાની ગુજરાતી ગૃહિણી 14 દિવસથી ગાયબ

24 May, 2020 07:39 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: નાલાસોપારાની ગુજરાતી ગૃહિણી 14 દિવસથી ગાયબ

રહસ્યમય રીતે ગાયબ નાલાસોપારાના રેખા રાઠોડ.

કોરોનાના સંકટ વચ્ચે નાલાસોપારામાં રહેતા ગુજરાતી પરિવારમાં બીજી સમસ્યા સામે આવીને ઊભી રહી છે. ૪૫ વર્ષની ગૃહિણી કોઈક કારણસર ઘરેથી નીકળી ગયા બાદથી તેઓ પત્તો નથી લાગી રહ્યો. બધે લૉકડાઉન છે એટલે તે લાંબે જવાની શક્યતા નથી છતાં પણ તેની પાસે મોબાઈલ ન હોવાથી સંપર્ક ન થઈ રહ્યો હોવાથી નાલાસોપરાના તુળીંજ પોલીસ સ્ટેશનમાં પરિવારજનોએ મીસિંગની ફરિયાદ નોંધાવી છે.

નાલાસોપારા (પૂર્વ)માં ૪૫ વર્ષની રેખા વિનોદ રાઠોડ પતિ, બે સંતાન અને સાસુ સાથે વિઠ્ઠલ રખુમાઈ મંદિર પાસેની ડૉન ગલીમાં આવેલી લક્ષ્મણ કૉલની ચાલમાં રહે છે. તે ૯ મેએ સવારે ૧૦ વાગ્યે કામ પર ગયા બાદથી સાંજ સુધી ઘરે નહોતી પહોંચી. આસપાસ તથા સગાસંબંધીઓમાં તપાસ કર્યાં બાદ પણ રેખાનો પત્તો ન લાગતા ભાઈ પ્રવિણ વાઘેલાએ તેની મીસિંગની ફરિયાદ તુળીંજ પોલીસ સ્ટેશનમાં (મીસિંગ ફરિયાદ નં. ૧૨૮/૨૦૨૦) નોંધાવી હતી.

રેખા રાઠોડના નાલાસોપારામાં રહેતા ભાઈ પ્રવિણ વાઘેલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૯ મેએ સવારે નાલાસોરામાં લીંક રોડ પરની એક ક્લિનિકમાં દવાના પૅકિંગના કામકાજ માટે રેખા ઘરેથી ગયા બાદથી તેનો પત્તો નથી લાગતો. અમારા મુંબઈ તથા આસપાસમાં રહેતા બધા સગા-સંબંધીઓ અને ઓળખીતાઓને ફોનથી પૂછપરછ ચાલું છે. બહેનને એક દીકરી અને એક દીકરો છે.’

mumbai mumbai news nalasopara