બીકેસીમાં નાળા પાસેથી મળ્યો મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ

13 May, 2021 10:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)ના એમટીએનએલ જંક્શન પાસે આવેલા નાળા નજીકથી મંગળવારે એક મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. 

પ્રતીકાત્મક તસવીર

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)ના એમટીએનએલ જંક્શન પાસે આવેલા નાળા નજીકથી મંગળવારે એક મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. 

મહિલાની ક્રૂર હત્યા વિશે માહિતી આપતાં બીકેસી પોલીસના એક ઑફિસરે કહ્યું હતું કે ‘કોઈ સ્થાનિક રહેવાસીએ મૃતદેહ જોઈને પોલીસ કન્ટ્રોલને ૧૦૦ નંબર પર ફોન કરીને જાણ કરી હતી. ત્યાર બાદ અમારી બીકેસી પોલીસની એક ટીમ ઘટનાસ્થળે ગઈ હતી. પ્રાથમિક તપાસ મુજબ મહિલા પર બળાત્કાર થયો હતો અને ત્યાર બાદ તેનું ગળું ચીરીને હત્યા કરાઈ હતી. મહિલાનાં ગુપ્તાંગો પર પણ ઈજા થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. તે મહિલા ગણિકા હતી અને પૈસાની લેતીદેતીના મામલે આ હત્યા થઈ હોઈ શકે એવું અનુમાન છે. હાલ હત્યાનો ગુનો નોંધીને હત્યારાની શોધ ચાલુ કરવામાં આવી છે.’  

mumbai mumbai news