મુંબઈ મહાનગર પાલિકાએ રાણા દંપતીને કારણ બતાવો નોટિસ ફટકારી

10 May, 2022 08:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મનપાની ટીમની તપાસમાં રાણા દંપતિના ઘરમાં 10 જગ્યાએ નિયમોનો ભંગ થયો હોવાનું જાણવા મળ્યું

ફાઇલ તસવીર

રાણા દંપતીની મુસીબતો દિવસેને દિવસે વધી રહી છે. મુંબઈ મહાનગરપાલિકાએ નવનીત રાણાના ઘરને ફરીથી નોટિસ ફટકારી છે. પાલિકાએ રાણા દંપતીને પૂછ્યું છે કે મકાનનું ગેરકાયદે બાંધકામ શા માટે તોડી પાડવામાં ન આવે.

રવિ રાણાનો ફ્લેટ ખાર વિસ્તારમાં બિલ્ડિંગના આઠમા માળે છે. રવિ રાણાએ પોતાના મકાનમાં મંજૂર લેઆઉટ ઉપરાંત કેટલાક આંતરિક ફેરફારો કર્યા છે. આ ઘરની બાલ્કની વિસ્તૃત છે. મુંબઈ મહાનગરપાલિકાએ આ વધેલા બાંધકામ સામે વાંધો ઉઠાવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકાએ રાણા દંપતીને કારણ બતાવો નોટિસ ફટકારી છે. આગામી સાત દિવસમાં નોટિસનો જવાબ આપો, એમ મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને જણાવ્યું છે.

મનપાની ટીમની તપાસમાં રાણા દંપતિના ઘરમાં 10 જગ્યાએ નિયમોનો ભંગ થયો હોવાનું જાણવા મળ્યું છે. નિયમોનું ઉલ્લંઘન શા માટે થયું તેના સંતોષકારક જવાબો આગામી સાત દિવસમાં મળવાની અપેક્ષા છે.

મુંબઈ મહાનગર પાલિકાની એક ટીમે 4 મેના રોજ ખારમાં રવિ રાણાના ઘરનું નિરીક્ષણ કર્યું હતું. આ સર્વેમાં રવિ રાણાએ તેમના ઘરના મંજૂર લેઆઉટ ઉપરાંત કેટલાક આંતરિક ફેરફારો કર્યા છે. આ ઘરની બાલ્કની વિસ્તૃત છે. સોસાયટીના પદાધિકારી અને ગ્રાહક તરીકે ધારાસભ્ય રવિ રાણાને નોટિસ મોકલવામાં આવી છે. ધારાસભ્ય રવિ રાણા અને તેમના પત્ની સાંસદ નવનીત રવિ રાણા જેલમાં હતા ત્યારે રાણા દંપતીના ઘર પર નોટિસ ચોંટાડવામાં આવી હતી.

mumbai mumbai news brihanmumbai municipal corporation