પાડોશી મહિલાને હેરાન કરવા બદલ મુલુંડમાં ડૉક્ટરની ધરપકડ

05 November, 2014 03:44 AM IST  | 

પાડોશી મહિલાને હેરાન કરવા બદલ મુલુંડમાં ડૉક્ટરની ધરપકડ


ડૉક્ટર થઈને? : આરોપી ઉલ્હાસ ત્રિમ્બકે (ટી-શર્ટમાં. તસવીર : રાજેશ ગુપ્તા

નવઘર પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર વિષ્ણુ લડકતે કહ્યું હતું કે ‘આરોપી ઉલ્હાસ ત્રિમ્બક મહિલાને છેલ્લા ઘણા સમયથી હેરાન કરતો હતો. આરોપી અને ફરિયાદી મહિલા વચ્ચે ૨૦૦૮થી નાની-નાની બાબતે ઝઘડો થતો રહેતો હતો તેમ જ મહિલા જ્યાં પણ જતી આરોપી ત્યાં મહિલાનો પીછો કરીને તેને ડરાવતો હોવાનું પણ મહિલાએ ફરિયાદમાં કહ્યું હતું. વારંવાર હેરાન કરવામાં આવતી હોવાને કારણે અને ધમકાવવાના કારણે ત્રાસી ગયેલી મહિલાએ સોમવારે ફરિયાદ કરી હતી.’

આરોપી ડૉક્ટરે પણ ૪૭ વર્ષની મહિલા વિરુદ્ધ અત્યાચારનો ગુનો નોંધાવ્યો હતો. આરોપી ડૉક્ટર ઉલ્હાસ પોતાના બંગલામાં એકલો રહેતો હતો. તેનો પરિવાર અન્ય સ્થળે રહે છે.