Mumbai: છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા ૧૦ હજારથી વધુ કેસ, ૨૧ હજાર દર્દીઓએ કોરોનાને માત આપી

15 January, 2022 08:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

11 દર્દીઓનાં મોત થયાં છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા સ્થિર થતી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી દર્દીઓની સંખ્યા ઘટી રહી હોવાથી વહીવટીતંત્રની સાથે નાગરિકોએ પણ રાહત અનુભવી છે. BMC અનુસાર, શનિવારે મુંબઈમાં 10,661 નવા કોરોના દર્દીઓ મળ્યા હતા, જ્યારે 11 દર્દીઓનાં મોત થયાં છે. દિવસ દરમિયાન 21,474 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આજે ધારાવીમાં 40, દાદરમાં 120 અને માહિમમાં 126 નવા દર્દીઓ મળી આવ્યા છે. આ ત્રણ વિભાગમાં આજે કુલ 286 દર્દીઓ નોંધાયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈમાં આજે 10661 નવા દર્દીઓ ઉમેરાયા છે. હૃદયદ્રાવક વાત એ છે કે આજે 21474 દર્દીઓએ કોરોનાને માત આપી છે. મુંબઈમાં કોરોનાથી મુક્ત દર્દીઓની કુલ સંખ્યા 8,99,358 છે. દર્દીનો રિકવરી રેટ 91% છે. મુંબઈમાં સક્રિય દર્દીઓની કુલ સંખ્યા 73,518 છે. મુંબઈમાં દર્દી બમણા થવાનો દર 43 દિવસનો છે.

mumbai news mumbai coronavirus