આગામી બે-ત્રણ દિવસ ગરમીથી જરાય રાહત નહીં મળે અને ઉકળાટ પણ વધશે

26 March, 2021 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય હવામાન ખાતા (આઇએમડી)ના સાન્તાક્રુઝસ્થિત ઑટોમૅટિક વેધર સ્ટેશનમાં ગુરુવારે મહત્તમ તાપમાન ૩૮.૭ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ નોંધાયું હતું. આ પ્રવાહ મુંબઈ, થાણે અને કોંકણ પ્રદેશમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી યથાવત્ રહે એવી સંભાવના છે.

કાંદિવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર એક યુવકે ગરમીથી બચવા માટે બૅગ વડે ચહેરો ઢાંક્યો છે.

ભારતીય હવામાન ખાતા (આઇએમડી)ના સાન્તાક્રુઝસ્થિત ઑટોમૅટિક વેધર સ્ટેશનમાં ગુરુવારે મહત્તમ તાપમાન ૩૮.૭ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ નોંધાયું હતું. આ પ્રવાહ મુંબઈ, થાણે અને કોંકણ પ્રદેશમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી યથાવત્ રહે એવી સંભાવના છે. આઇએમડીના મતાનુસાર ત્યાર પછીના સમયગાળામાં તાપમાનમાં કામચલાઉ ઘટાડો થવાની અપેક્ષા હોવા છતાં પશ્ચિમી પવનોના પ્રારંભના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધતાં ગરમીને કારણે ઉકળાટ ઑલટાઇમ હાઈ રહેશે.

આઇએમડીના એક અધિકારીએ જણાવ્યું હતું કે કાળજી રાખો અને પુષ્કળ માત્રામાં પાણી પીઓ, કારણ કે માર્ચ મહિનો તીવ્ર તાપમાનનો ઇતિહાસ ધરાવે છે.

માર્ચ મહિનામાં રાજ્યમાં મોસમી પરિવર્તન આવે છે અને ભૂતકાળમાં ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન નોંધાઈ ચૂક્યું છે. ચાલુ મહિનાના પ્રારંભમાં જ તાપમાનનો પારો ૩૮ ડિગ્રીને પાર થયો હતો.

માર્ચના છેલ્લા સપ્તાહમાં અને એપ્રિલના પ્રારંભના સમયે અરબી સમુદ્ર પર પવનનો પ્રવાહ પૂર્વ તરફથી પશ્ચિમ તરફનો થાય છે જેના કારણે અત્યંત ભેજની સ્થિતિ સર્જાય છે એમ જણાવીને અધિકારીએ ઉમેર્યું હતું કે ‘મૉડલ ગાઇડન્સ સૂચવે છે કે ચાલુ મહિનાના છેલ્લા સપ્તાહમાં મુંબઈ અને થાણે સહિત સમગ્ર કોંકણ પ્રદેશમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રીની આસપાસ રહેશે. ત્યાર બાદ માર્ચના બાકીના દિવસો અને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં તાપમાનમાં સહેજ ઘટાડો થશે અને એ ૩૪-૩૬ ડિગ્રીની આસપાસ રહેશે.’

mumbai mumbai news mumbai weather