01 September, 2024 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વરસાદી માહોલની પ્રતીકાત્મક તસવીર
આજે સપ્ટેમ્બર માસનો પ્રથમ દિવસ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા મુંબઈ ખાસ આગાહી કરવામાં આવી છે. આજે મુંબઇમાં યલો એલર્ટ (Mumbai Monsoon) જારી કરવામાં આવ્યું છે. આ સાથે જ જણાવવામાં આવ્યું છે કે, "આજે મુંબઈ શહેર અને તેના પરા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આજે મુંબઇમાં આકાશ આંશિકરીતે વાદળછાયું રહેવાની શક્યતા છે. જો હવામાનની વાત કરવામાં આવે તો મુંબઇમાં આજે મહત્તમ અને લઘુત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને 26 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. ખાસ કરીને પાલઘર, થાણેમાં હળવો વરસાદ થાય તેવી શક્યતા છે.
આગામી ૪૮ કલાક માટે વાદળછાયું વાતાવરણ?
હવામાન વિભાગ અનુસાર આગામી 48 કલાક માટે મુંબઈ અને તેના પરા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ (Mumbai Monsoon)ની આગાહી કરવામાં આવી છે, ઉપનગરોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના સાથે આંશિક વાદળછાયું આકાશ રહેશે.
સપ્ટેમ્બરમાં મેઘો મહેરબાન થશે!
મુંબઈની સાથે સાથે હવામાન વિભાગે (Mumbai Monsoon) આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ ભારે વરસાદની ચેતવણી આપી છે. મહારાષ્ટ્રના પડોશી રાજ્ય ગુજરાત ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં તેના કેટલાક શહેરોમાં પૂર અને પાણી ભરાઈ જવાને કારણે હાલાકીનો સામનો કરી રહ્યા છે, ગઇકાલે હવામાન વિભાગે જણાવ્યું હતું કે દેશના મોટાભાગના ભાગોમાં સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે. દેશના ઉત્તરપશ્ચિમના કેટલાક ભાગો, દક્ષિણ દ્વીપકલ્પના મોટા વિસ્તારો, ઉત્તર બિહાર, ઉત્તરપૂર્વીય ઉત્તર પ્રદેશ, અને મોટા ભાગના ઉત્તરપૂર્વ ભારતમાં કે જ્યાં સામાન્ય કરતાં ઓછા વરસાદની અપેક્ષા જાહેર કરવામાં આવી છે.
હજી મહારાષ્ટ્રનો વિદર્ભ વિસ્તાર તરસ્યો!
હિમાલયની તળેટીમાં આવેલા કેટલાક જિલ્લાઓ અને ઉત્તરપૂર્વમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો હતો કારણ કે મોટાભાગની લો પ્રેશરવાળી સિસ્ટમ તેમની સામાન્ય સ્થિતિની દક્ષિણ તરફ ટ્રેક કરે છે અને ચોમાસાની સ્થિતિ પણ તેના લાક્ષણિક સ્થાનની દક્ષિણે રહી હતી એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. આ સાથે જ એવી પણ માહિતી આપવામાં આવી છે કે કેરળ અને મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રની સાથે ઘણા પૂર્વોત્તર રાજ્યોમાં સંઅન્ય કરતાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે.
જો ગયા મહિનાની વાત કરવામાં આવે તો ઓગસ્ટમાં ભારતમાં અંદાજે 16 ટકા વધુ વરસાદ (Mumbai Monsoon) નોંધાયો છે. જેમાં ખાસ કરીને ઉત્તરપશ્ચિમ ભારતમાં 253.9 મીમી વરસાદ થયો છે. વર્ષ 2001 પછી ઓગસ્ટ માટેનો બીજી વારનો આ સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું હતું કે દેશમાં સામાન્ય રીતે 248.1 મીમીની સરખામણીએ ઓગસ્ટમાં 287.1 મીમી વરસાદ નોંધાયો હતો. 1 જૂને ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી ભારતમાં સામાન્ય 701 મીમીની સામે 749 મીમી વરસાદ નોંધાયો છે, જે સારી બાબત કહી શકાય.