મુંબઈમાં અતિભારે વરસાદની આગાહીથી રેડ અલર્ટ

04 August, 2020 07:31 AM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઈમાં અતિભારે વરસાદની આગાહીથી રેડ અલર્ટ

મુંબઈમાં આજે ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાકમાં મુંબઈમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ગઈ કાલે રેડ અલર્ટ જારી કરી હતી. આગાહી મુજબ બપોર બાદ મુંબઈનાં પરાં વિસ્તારમાં જોરદાર વરસાદની શરૂઆત પણ થઈ હતી. આગામી ૨૪ કલાકમાં ૮ ઇંચથી વધારે વરસાદ મુંબઈ, થાણે, રાયગડ, પુણે અને રત્નાગિરિમાં પડવાની શક્યતા છે.

વેધશાળાના પ્રવક્તાના જણાવ્યા મુજબ આગામી ૨૪ કલાકમાં મુંબઈ, થાણે અને પુણેમાં કેટલેક સ્થળે અતિભારે વરસાદ પડી શકે છે. સોમવારથી બુધવાર દરમ્યાન આવી જ આગાહી રાયગડ માટે પણ કરાઈ હતી. આ આગાહી ૫૧થી ૭૫ ટકા હકીકતમાં પરિણમે એવી શક્યતા છે.

મુંબઈને અડીને આવેલા પાલઘર જિલ્લામાં આજે કેટલાંક સ્થળે ભારે વરસાદ થઈ શકે છે, જેમાં બુધવારે વધારો થવાની શક્યતા વેધશાળાએ વ્યક્ત કરી છે. આ સિવાયના મહારાષ્ટ્રમાં અનેક સ્થળે વરસાદ થવાની શક્યતા છે.

આગાહી મુજબ ગઈ કાલે બપોર બાદ મુંબઈનાં પશ્ચિમ અને સેન્ટ્રલ સબર્બ્સમાં જોરદાર વરસાદની શરૂઆત થઈ હતી. રાતના ૯ વાગ્યા સુધી અહીં સારો વરસાદ નોંધાયો હતો, જેને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai mumbai news mumbai rains mumbai monsoon south mumbai thane mumbai weather