મુંબઈમાં ચોમાસું એક અઠવાડિયું મોડું બેસવાની શક્યતા

31 May, 2019 11:41 AM IST  |  મુંબઈ

મુંબઈમાં ચોમાસું એક અઠવાડિયું મોડું બેસવાની શક્યતા

મુંબઈમાં ચોમાસું મોડું બેસવાની શક્યતા

મુંબઈમાં સામાન્ય રીતે 10 જૂને ચોમાસાનું આગમન થઈ જાય છે. પરંતુ વખતે એક અઠવાડિયું મોડું બેસવાની શક્યતા છે. આજના દિવસમાં તાપમાન 28 થી 34 ડીગ્રી વચ્ચે રહી શકે છે. જ્યારે આકાશમાં થોડા ઘણા વાદળા જોવા મળી શકે છે.


સામાન્ય રીતે જૂનના બીજા અઠવાડિયાની શરૂઆતમાં વરસાદ પડે છે અને મે મહિનાના અંતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જાય છે. જો કે સ્કાયમેટ એજન્સીના અનુસાર કેરાલામાં ચોમાસું મોડું છે જેના કારણે મુંબઈમાં પણ ચોમાસું મોડું બેસશે. જૂનના ત્રીજા અઠવાડિયા પહેલા મુંબઈમાં ચોમાસું આવવાની શક્યતા નથી.



મહારાષ્ટ્રમાં સતત તાપમાન વધી રહ્યું છે. પાણીની તંગીના કારણે પાક પર અસર થઈ રહી છે. આવતા દિવસોમાં આ હીટ વેવની અસર રહેવાની શક્યતા છે.

ગુજરાતમાં પણ પડશે અસર
સામાન્ય રીતે મુંબઈમાં ચોમાસું બેસે પછીના એક અઠવાડિયા પછી ગુજરાતમાં ચોમાસું આવે છે. જેથી ગુજરાતમાં પણ ચોમાસું મોડું આવવાની શક્યતા છે.

mumbai national news