Mumbai Monsoon: અચાનક ગાયબ થઈ ગયેલો વરસાદ પાછો ક્યારે આવશે? આ શું કહ્યું IMDએ?

14 July, 2026 08:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Monsoon: આગામી સમયમાં કોંકણના પાલઘર અને રાયગઢ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઇ શકે છે. રત્નાગિરી અને સિંધુદૂર્ગમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ફાઇલ તસવીર

ગયા અઠવાડિયે ધબધબાટી બોલાવનાર વરસાદે (Mumbai Monsoon) છેલ્લા ત્રણ દિવસથી આરામ ફરમાવ્યો છે. દેશભરમાં મોન્સૂનનો પ્રભાવ ઓછો પડતો દેખાઈ રહ્યો છે. એ વચ્ચે હવે ભારતીય હવામાન વિભાગ તરફથી મંગળવારે અમૂક રાજ્યમાં છૂટાછવાયા સ્થળે vરસાડી ઝાપટાં થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનનો સમાવેશ થાય છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ, ઉત્તરાખંડ, પંજાબના ઉત્તર ભાગો, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વાત મહારાષ્ટ્રની

મહારાષ્ટ્ર (Mumbai Monsoon)માં આગામી સમયમાં કોંકણના પાલઘર અને રાયગઢ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઇ શકે છે. રત્નાગિરી અને સિંધુદૂર્ગમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તે સાથે જ મુંબઈ, થાણે અને પાલઘરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ (Mumbai Monsoon)ના જણાવ્યાનુસાર ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  નાશિક અને અમરેલીમાં પણ મુશળધાર વરસાદ થાય એવી શક્યતા વ્યક્ત કરાઇ છે. બીજી તરફ પૂણે અને સોલાપુરમાં વાતાવરણ શુષ્ક રહેશે અને સતારા, સાંગલી, કોલ્હાપુર અને સતારામાં ધોધમાર વરસાદ થાય તેવી આગાહી છે. મરાઠવાડામાં છત્રપતિ સંભાજીનગર અને જાલનામાં ભારે અને પરભણી, બીડ, લાતુર અને ધારાશિવ જિલ્લામાં નહિવત વરસાદની સંભાવના છે.  હિંગોલી અને નાંદેડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. અમરાવતી, વર્ધા, નાગપુર, ગોંદિયા, બુલઢાણા, વાશિમ અને યવતમાલમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવી છે.

મોન્સૂન ફરી ક્યારે વેગ પકડશે?

હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે કે ૨૦મી જુલાઈ સુધી દેશના મોટાભાગના ભાગોમાં વરસાદ (Mumbai Monsoon)ની શક્યતા દેખાઈ રહી નથી. ત્યારબાદ જ વરસાદ ફરી પાટે ચડે એમ લાગી રહ્યું છે. ૨૦મી પછી જ બંગાળની ખાડીમાં નવી વેધર સિસ્ટમ બને તો પાછું મોન્સૂન સક્રિય થઈ શકે છે. જોકે, વહેલામાં વહેલી તકે વરસાદ શરૂ થાય એની સહુ રાહ જોઈ રહ્યા છે. નહિતર ખરીફ પાકની વાવણીમાં મુશ્કેલી પડશે અને જગતના તાતને પાક લેવામાં અઘરું પડશે.

ખાસ કરીને મહારાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી જે રીતે વરસાદી માહોલ (Mumbai Monsoon) શમી ગયો છે તેના લીધે વાતાવરણમાં ઉકળાટ અને ગરમી વધ્યા છે. આ વચ્ચે હવે હવામાન વિહગ તરફથી અમૂક વિસ્તાર હજી સૂકા રહેવાના અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાના સંકેત આપ્યા છે, હવે જોવું રહ્યું કે ક્યારે વરસાદ ફરી ગતિ પકડે છે.

mumbai news mumbai maharashtra news maharashtra Weather Update mumbai weather monsoon news mumbai monsoon indian meteorological department