મુંબઈમાં બે દિવસોમાં ભારે વરસાદની આગાહી

03 July, 2020 11:18 AM IST  |  Mumbai | Agencies

મુંબઈમાં બે દિવસોમાં ભારે વરસાદની આગાહી

પ્રતીકાત્મક તસવીર

હવામાન ખાતાએ આગામી બે દિવસોમાં મુંબઈ તથા આસપાસનાં કાંઠાળ ક્ષેત્રોમાં ભારે વરસાદ પડવાની આગાહી સાથે ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. ઑરેન્જ અલર્ટમાં સત્તાતંત્રોએ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવાની તૈયારી રાખવી પડે છે. તાજેતરમાં નિસર્ગ વાવાઝોડાને કારણે ભારે નુકસાન સહન કરનારા રત્નાગિરિ જિલ્લામાં આજે અને રાયગડ જિલ્લામાં આવતી કાલે ખૂબ ભારે વરસાદ પડવાની શક્યતા કોલાબા વેધશાળાના અધિકારીઓએ દર્શાવી છે. 

ઇન્ડિયન મીટિયરોલૉજિકલ ડિપાર્ટમેન્ટનાં સિનિયર ડિરેક્ટર શુભાંગી ભુતેએ જણાવ્યું હતું કે ‘હવામાન ખાતાનાં ધારાધોરણો અનુસાર ચોવીસ કલાકમાં ૬૪.૫ મિમીથી ૧૧૫.૫ મિમી સુધીનો ભારે વરસાદ, ૧૧૫ મિમીથી ૨૦૪.૫ મિમી સુધી અતિ ભારે વરસાદ અને ૨૦૪.૫ મિમીથી વધુ પ્રમાણને મુશળધાર વરસાદ ગણવામાં આવે છે. એ સંજોગોમાં સંબંધિત ક્ષેત્રોનાં સત્તાતંત્રો અને નાગરિકોને સજાગ રહેવાની સૂચના આપવામાં આવી છે.’

mumbai mumbai news mumbai monsoon mumbai rains