Mumbai Monsoon: મુંબઈગરાઓ આજે વીજકડાકા સાથેના વરસાદ માટે તૈયાર રહેજો- આવતા ત્રણ દિવસ કેવું રહેશે હવામાન?

06 June, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Monsoon: આઈએમડી દ્વારા મુંબઈ, થાણે અને પાલઘરમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની થઈ શકે છે તેવી આગાહી વ્યક્ત કરી છે.

વરસાદી માહોલની ફાઇલ તસવીર

મુંબઈમાં ઘણી જગ્યાએ ગઇકાલે વરસાદે (Mumbai Monsoon) હાજરી નોંધાવી હતી. હવે આજે પણ મુંબઈ સાથે થાણે, પાલઘરમાં વીજળીના કડાકા સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

ગઇકાલના હળવાથી મધ્યમ વરસાદ બાદ આજે શહેરમાં ફરી એવો જ વરસાદ નોંધાશે તેવું અનુમાન ભારતીય હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આઈએમડી દ્વારા મુંબઈ, થાણે અને પાલઘરમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની થઈ શકે છે તેવી આગાહી વ્યક્ત કરી છે.

આમ જોઈએ તો મુંબઇમાં શરૂઆતમાં છેલ્લા ભારે વરસાદ (Mumbai Monsoon) થયો હતો, ખાસ કરીને સાઉથ મુંબઈને પાણી પાણી કર્યા બાદ તે હળવો થઈ ગયો. ત્યારબાદના દિવસોથી છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે છુટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો. દાદર, વર્લી, ભાયખલા, પરેલ, પવઈ, બોરીવલી, અંધેરી, બાંદ્રા અને ચેમ્બુરમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં થયાં હતાં.

આવતા ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં

હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો અને મરાઠવાડા સહિત ઉત્તર ભારતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેને પગલે મહારાષ્ટ્રના પણ ઘણા જિલ્લાઓમાં યલો ઍલર્ટ આપી દેવામાં આવ્યું છે. કહેવાઈ રહ્યું છે કે આગામી ત્રણ દિવસ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થશે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને પશ્ચિમ બંગાળના ગંગાના કાંઠાના વિસ્તારો પર લો પ્રેશર એરિયા બન્યો છે. જેને પગલે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા પણ વર્તાઇ રહી છે. જોકે, આ વરસાદ (Mumbai Monsoon)ની તીવ્રતા ઘણી નહીં હોય તેવું પણ કહેવાયું છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કોંકણ અને ગોવામાં આગામી કેટલાક દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ચોમાસાથી પ્રભાવિત વિસ્તારોમાં મુંબઈ, અહિલ્યા નગર, આદિલાબાદ, ભવાનીપટના, પુરી અને બાલુરઘાટનો સમાવેશ થાય છે.

આજના હવામાનની વાત કરીએ તો મુંબઈમાં સવારના ભાગમાં તડકો હશે. બપોર પછી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ આગાહી વ્યક્ત કરાઇ છે. એકબાજુ જ્યાં રાજ્યના ઘણા વિસ્તારમાં ખેડૂતોએ વાવણીની પ્રક્રિયા પણ શરૂ નાખી છે. તેવે સમયે મધ્યમ વરસાદ રહેશે તો તે કૃષિ માટે અનુકૂળ રહેવાની અપેક્ષા છે. જોકે, વીજળી અને  પવનની ગતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેતી રાખવાની વિનંતી પણ કરાઇ છે.

એકબાજુ મુંબઈમાં વરસાદ (Mumbai Monsoon)માં ઠેરઠેર પાણી ભરાઈ જવાની ઘટનાઓ તો બનતી રહે છે. સુધરાઇએ જણાવ્યું હતું કે હજી કામ પૂર્ણ કરવા માટે પંદર દિવસનો સમય લાગી જશે તેમ છે. ચોમાસુ સામાન્ય કરતાં વહેલું આવ્યું છે. બીએમસી હજી તો અડધા જેટલાં જ પ્રી-મોન્સુન કાર્યો પૂરા કરી શક્યું છે.

mumbai news mumbai monsoon news mumbai rains maharashtra forest department Weather Update mumbai weather