મુંબઈ : માથેરાનમાં વાનરોનો ઉપદ્રવ વધ્યો

23 September, 2020 11:08 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ : માથેરાનમાં વાનરોનો ઉપદ્રવ વધ્યો

લૉકડાઉનને કારણે પ્રવાસીઓ ઘટી જવાથી વાંદરાઓ ભુખ્યા હોય છે. પ્રતિકાત્મક તસવીર

માથેરાન હિલ સ્ટેશન ગયા અઠવાડિયે પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું એ સાથે પ્રવાસીઓએ જણાવ્યું હતું કે ઇકો-સેન્સિટિવ ક્ષેત્રના વાનરો વધુ આક્રમક થઈ ગયા છે અને પ્રવાસીઓ પાસે જે પણ ખાદ્ય ચીજ હોય એ આંચકી લે છે અને ખાવા માટે કારની અંદર પણ ઘૂસી જાય છે.

કેટલાક વાનરોએ અમારા પર હુમલો કર્યો હતો અને એમાંના એક વાનરે ખોરાકની શોધમાં વિન્ડોમાંથી કારની અંદર છલાંગ લગાવી હતી, એમ ૨૭ વર્ષના પ્રવાસી અખિલ શાહે જણાવ્યું હતું.

અમે હજી અમારી સૅન્ડવિચ પૂરી જ કરી હતી ત્યાં એક મોટા વાનરે મારા હાથમાં રહેલું ટિફિન લેવા મારા પર કૂદકો માર્યો. મેં ટિફિન હવામાં ઉછાળતાં એણે એ પકડી લીધું. અંદર કશું ન મળતાં વાનરે મારા ડાબા પગ પર હુમલો કર્યો. મદદ માટે આવેલા એક સ્થાનિક પર પણ વાનરોએ હુમલો કર્યો. આખરે, વધુ એક વ્યક્તિ આવી, ત્યારે વાનરો ભાગી ગયા, એમ તેમણે જણાવ્યું હતું.

ઑનરરી ડિસ્ટ્રિક્ટ ઍનિમલ વેલ્ફેર ઑફિસર સુનીશ સુબ્રહ્મણ્યન કુંજુએ જણાવ્યું હતું કે ‘લૉકડાઉનને કારણે પ્રવાસીઓ બંધ થઈ ગયા, જે જંક ફૂડનો નિયમિત સ્રોત હતા. વહીવટી તંત્રએ આવા પ્રદેશોમાં ફળોનાં વૃક્ષો વાવવાં જોઈએ, જેથી પ્રાણીઓ ભૂખ્યાં ન રહે.’

mumbai mumbai news rajendra aklekar matheran