૧ ઑક્ટોબરથી છ મહિના તબેલાના દૂધનો ભાવ લિટરના ૫૧.૫૦ રૂપિયા

28 September, 2012 05:28 AM IST  | 

૧ ઑક્ટોબરથી છ મહિના તબેલાના દૂધનો ભાવ લિટરના ૫૧.૫૦ રૂપિયા

પહેલી ઑક્ટોબરથી ૨૦૧૩ની ૩૧ માર્ચ સુધી ભેંસના એક લિટર દૂધ માટે ૫૧.૫૦ રૂપિયા ચૂકવવા પડશે. આ બાબતે ધ બૉમ્બે મિલ્ક પ્રોડ્યુસર અસોસિએશનની એક મીટિંગનું આયોજન બુધવારે સવારે ૧૧ વાગ્યે જોગેશ્વરી (વેસ્ટ)ની દીવાન ચેમ્બરમાં કરવામાં આવ્યું હતું. ઘાસચારો અને ડીઝલના ભાવમાં થયેલા વધારા તથા અન્ય ખર્ચાઓને ધ્યાનમાં રાખીને લિટરદીઠ ૨.૫૦ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય આ મીટિંગમાં લેવામાં આવ્યો છે.