મુંબઈ, પુણે અને નાશિકમાં આચારસંહિતા પહેલાં મ્હાડાનાં ઘરોની લૉટરી કઢાશે

15 February, 2019 09:32 AM IST  | 

મુંબઈ, પુણે અને નાશિકમાં આચારસંહિતા પહેલાં મ્હાડાનાં ઘરોની લૉટરી કઢાશે

મ્હાડા ચૂંટણી પહેલા યોજશે લોટરી

મુંબઇમાં ૨૩૮ ઘરો અને ૧૦૭ દુકાનો માટે લૉટરી નીકળશે એમ જણાવતાં મ્હાડાના અધ્યક્ષ ઉદય સામંતે કહ્યું હતું કે ‘પુણેમાં ૪૪૬૪ ઘરો માટે લૉટરી નીકળશે. નાશિકમાં ૧ હજાર ઘરો માટે લૉટરી નીકળશે. ઔરંગાબાદનાં ૮૦૦ ઘરો માટે આચારસંહિતા લાગુ થયા બાદ લૉટરી નીકળશે. કલ્યાણ, ડોમ્બિવલી, ખોણી પરિસરમાં ૯ હજાર ઘરો માટે લૉટરી નીકળશે. આ વર્ષે મુંબઈના પવઈ વિસ્તારમાં ઘરોની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા છે.’

મ્હાડાના કર્મચારીઓ માટે આ વર્ષે સાતમું વેતનપંચ લાગુ થવાની ઘોષણા પણ ઉદય સામંતે કરી હતી.

mumbai news