મેટ્રો-ટૂએ અને મેટ્રો-7નું ભાડું 10થી 80 રૂપિયા વચ્ચે હશે

11 January, 2020 12:40 PM IST  |  Mumbai

મેટ્રો-ટૂએ અને મેટ્રો-7નું ભાડું 10થી 80 રૂપિયા વચ્ચે હશે

મુંબઈ મેટ્રો

મુંબઈ મેટ્રો-ટૂએ અને મેટ્રો-૭નું કામ લગભગ પૂરું થવાની તૈયારીમાં છે. એમએમઆરડીએની યોજના ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં બન્ને મેટ્રો લાઇન શરૂ કરવાની છે. યોજના અનુસાર મુંબઈની આવનારી મેટ્રોનું લઘુતમ ટિકિટભાડું ૧૦ અને વધુમાં વધુ ૮૦ રૂપિયા રહેશે. ભાડાની વાત કરીએ તો મેટ્રો-૧ની સરખામણીમાં નવી મેટ્રોનું ટકાવારી પ્રમાણે ભાડું પ્રતિ કિલોમીટર ૩૯ કિલોમીટર જેટલું ઓછું હશે. મેટ્રોનાં પ્રસ્તાવિત ભાડાં વિશેની માહિતી એમએમઆરડીએના કમિશનર આર. એ. રાજીવે આપી હતી.

એમએમઆરડીએએ મેટ્રોનું લઘુતમ ભાડું ૧૦ અને વધુમાં વધુ ભાડું ૮૦ રૂપિયા રાખ્યું છે. એમએમઆરડીએએ મેટ્રોના પ્રવાસીઓ માટે ૦-૩ના પ્રવાસ માટે ૧૦ રૂપિયા, ૩થી ૧૨ માટે ૨૦ રૂપિયા, ૧૨થી ૧૮ માટે ૩૦ રૂપિયા, ૧૮થી ૨૪ માટે ૪૦ રૂપિયા, ૨૪થી ૩૦ માટે ૫૦ રૂપિયા ૩૦થી ૩૬ માટે ૬૦ રૂપિયા, ૩૬થી ૪૨ માટે ૭૦ રૂપિયા અને ૪૨થી વધુ કિલોમીટર દૂર માટે ૮૦ રૂપિયા ભાડું રાખ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર મેટ્રો-૧નો માર્ગ ૧૧.૪ કિલોમીટરનો છે, જ્યારે મેટ્રો-૧નું લઘુતમ ભાડું ૧૦ રૂપિયા અને વધુમાં વધુ ભાડું ૪૦ રૂપિયા છે. એવી જ રીતે મેટ્રો ટૂ-એ દહિસરથી ડી. એન. નગરનો માર્ગ ૧૮.૮ કિલોમીટરનો છે અને મેટ્રો-૭ માર્ગની કુલ લંબાઈ ૧૬.૭ કિલોમીટર છે. મેટ્રો-૧નું ઍવરેજ ભાડું પ્રતિ કિલોમીટર સાડાત્રણ રૂપિયા છે, જ્યારે મેટ્રો ટૂ-એની વાત કરીએ તો એને માટે પ્રવાસીઓએ ઍવરેજ ભાડું ૨.૧૫ ચૂકવવું પડશે. એવી જ રીતે મેટ્રો-૭ના પ્રવાસીઓએ ઍવરેજ ભાડું ૧.૮૧ ચૂકવવું પડશે.

mumbai mumbai news mumbai metropolitan region development authority mumbai metro mumbai monorail