આવતા વર્ષે મેટ્રોની ટ્રાયલ સવારી

17 December, 2012 04:55 AM IST  | 

આવતા વર્ષે મેટ્રોની ટ્રાયલ સવારી



૧૧.૦૭ કિલોમીટર લાંબા વર્સોવા-અંધેરી-ઘાટકોપર (વીએજી)  કૉરિડોરના કામકાજમાં એમએમઆરડીએ દ્વારા ઝડપ કરવામાં આવતાં હવે આવતા વર્ષે એના અમુક કૉરિડોરની ટ્રાયલ-રન શક્ય બનશે. એમએમઆરડીએના સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ૨૦૧૩ના માર્ચ-એપ્રિલ દરમ્યાન પાર્શિયલ ટ્રાયલ-રન લેવામાં આવશે. તમામ કામકાજને પૂરું થતાં સમય લાગી શકે એમ હોવાથી પાર્શિયલ સ્ટ્રેચમાં જ એ હાથ ધરવામાં આવશે. અગાઉ ઑગસ્ટ તથા સપ્ટેમ્બર ૨૦૧૨માં ટ્રાયલ-રન થવાની હતી, પરંતુ કન્સ્ટ્રક્શનને લગતાં અમુક કારણોસર એ શક્ય નહોતું બન્યું. વર્સોવાથી અંધેરી સુધીના ટ્રૅક બેસાડવાનું કામ પૂરું થયું છે અને હવે અંધેરી સ્ટેશન (ઈસ્ટ)થી ઍરપોર્ટ રોડ સ્ટેશનનું કામકાજ પ્રગતિ પર છે.

કયા લાભ થશે?

એ શરૂ થતાં વેસ્ટર્ન તથા ઈસ્ટર્ન સબબ્ર્સને જોડતો પહેલો રેલ કૉરિડોર હશે.

૧૧.૦૭ કિલોમીટરનું અંતર માત્ર ૨૧ મિનિટમાં કપાશે. અત્યારે એ માટે રોડમાર્ગે ૯૦ મિનિટ લાગે છે.

ટ્રાફિક હળવો થતાં પ્રદૂષણમાં ઘટાડો થશે.

શહેરના એમઆઇડીસી, સીપ્ઝ તથા અન્ય કમર્શિયલ વિસ્તારોમાં રેલમાર્ગે જઈ શકાશે.