મેટ્રોનો કારશેડ આરેને બદલે રૉયલ પામ્સમાં?

18 February, 2020 07:55 AM IST  |  Mumbai | Dharmendra Jore

મેટ્રોનો કારશેડ આરેને બદલે રૉયલ પામ્સમાં?

મેટ્રો કાર શેડને રોયલ પામ્સમાં ખસેડવામાં આવી શકે છે

કોલાબા-બાંદરા-સીપ્ઝ મેટ્રો થ્રી લાઇન માટે આરે મિલ્ક કૉલોનીમાં કારડેપો બનાવવાની વિચારણાના મુદ્દે અગાઉ બીજેપી અને શિવસેના આમને-સામને થઈ ચૂકી છે, પણ આ વખતે હવે આરેના વિકલ્પરૂપે એની બાજુમાં આવેલી રેસિડેન્શ્યિલ પ્રૉપર્ટી રૉયલ પામ્સને જોવામાં આવી રહી છે. 

અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ જે મેટ્રોનું કામ સંભાળી રહી છે તેમણે આરેની બાજુમાં આવેલી રૉયલ પામ્સ નામની રેસિડેન્શિયલ પ્રૉપર્ટી પર નજર ઉતારી છે. જોકે બીજા વિકલ્પરૂપે કાંજુર માર્ગમાં પણ એક જગ્યા પસંદ કરવામાં આવી હતી, પણ વધારે થતા ખર્ચાને ધ્યાનમાં રાખીને એ વિકલ્પ નકારી દેવામાં આવ્યો હતો. જો સરકાર રૉયલ પામ્સ ખાતે કારડેપો બનાવવાની પરવાનગી આપે તો પ્રૉપર્ટીના પ્રમોટરને ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ (ટીડીઆર) આપવામાં આવશે.

આ પણ વાંચો : ફેક કૉલ સેન્ટર: થાણે પોલીસ સાવ શુષ્ક, સોલાપુર પોલીસ સક્રિય

એક રાજકીય પક્ષના નેતાએ કહ્યું હતું કે ‘ડેવલપરને કયા ભાવે જમીનનો ટુકડો આપવામાં આવશે એની મને નથી ખબર, પણ કમ્પેન્સેશન તરીકે ડેવલપરને ટીડીઆરનો ફાયદો મળશે. આ ફાયદાને કારણે પ્રમોટર વધારાના બિલ્ડઅપ એરિયાને વેચીને કમાણી કરી શકે છે જે તે કારશેડ માટેની જગ્યા સરન્ડર કરીને ગુમાવશે.’

save aarey aarey colony goregaon bharatiya janata party mumbai metro mumbai news dharmendra jore