સૌથી ઊંચી 16 મીટર કૉરિડોરવાળી મેટ્રો-6 ફેબ્રુઆરી 2022થી દોડશે

29 July, 2020 11:22 AM IST  |  Mumbai | Mumbai correspondent

સૌથી ઊંચી 16 મીટર કૉરિડોરવાળી મેટ્રો-6 ફેબ્રુઆરી 2022થી દોડશે

ફાઈલ તસવીર

મુંબઈમાં નિર્માણ પામી રહેલી સૌથી ઊંચી મેટ્રો ફેબ્રુઆરી ૨૦૨૨માં શહેરમાં દોડતી થશે. મેટ્રો-૬ કૉરિડોરનાં તમામ સ્ટેશનોનું ૫૦ ટકા કામ પૂરું થઈ ગયું છે. બાકી રહેલું કામ આગામી દોઢ વર્ષમાં પૂરું કરવામાં આવશે. એમએમઆરડીએ દ્વારા અન્ય ૧૩ કૉરિડોરનું કામ પૂરજોશથી ચાલી રહ્યું છે. સ્વામી સમર્થ નગરથી વિક્રોલી વચ્ચે બની રહેલા મેટ્રો-૬ કૉરિડોર મુંબઈની સૌથી ઊંચી મેટ્રો બનવા જઈ રહી છે. આ કૉરિડોર ૧૬ મીટર ઊંચો હશે અને સ્વામી સમર્થ નગરથી વિક્રોલી વચ્ચે ૧૪.૪૭ કિલોમીટર લાંબો હશે. એમએમઆરડીએ દ્વારા મેટ્રો-૬ કૉરિડોરનું બિલ્ડિંગ ૧૩ માળનું બનાવવામાં આવશે.

સમગ્ર પ્રોજેક્ટ પાછળ ૬૭૦૦ કરોડનો ખર્ચ એમએમઆરડીએ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જો મેટ્રો સ્ટેશનની અંદરની વાત કરીએ તો, મેટ્રોના કૉરિડોરમાં કુલ ૭૭૮ પીલર રહેશે અને કૉરિડોરનું અંતર ૧૪.૪૭ કિલોમીટરનું હશે. અત્યારે ૭૭૮ પૈકી ૫૮ પીલરનું કામ જ હવે બાકી રહ્યું છે. કૉરિડોર ૬ અને ૪ વચ્ચે ઇન્ટરકનેક્ટ ફુટઓવર બ્રિજ બનાવવામાં આવશે.

mumbai mumbai metro mumbai news