આજે રેલવેના ત્રણેય માર્ગ મધ્ય, હાર્બર અને પશ્ચિમ રેલવેમાં મેગા બ્લૉક

14 July, 2019 11:02 AM IST  |  મુંબઈ

આજે રેલવેના ત્રણેય માર્ગ મધ્ય, હાર્બર અને પશ્ચિમ રેલવેમાં મેગા બ્લૉક

મુંબઈ લોકલમાં આજે મેગા બ્લોક

રેલવેના ટ્રૅક-સિગ્નલિંગ, ઓવરહેડ વાયર તથા અન્ય કામોને કારણે આજે પશ્ચિમ રેલવેમાં સવારે ૧૦.૩૫થી ૩.૩૫ દરમ્યાન, સેન્ટ્રલ રેલવેમાં સવારે ૧૦.૫૪થી ૩.૫૨ વચ્ચે અને હાર્બર લાઇન પર સવારે ૧૧.૩૦થી સાંજે ૪ વાગ્યા સુધી મેગા બ્લૉક રહેશે.
પશ્ચિમ રેલવે
મરીન લાઇન્સ અને માહિમ સ્ટેશન વચ્ચે ડાઉન લાઇનમાં સ્લો ટ્રૅક પરની ટ્રેન ફાસ્ટ લાઇન પર દોડાવાશે. આ ટ્રેનો મરીન લાઇન્સ અને માહિમ વચ્ચે મહાલક્ષ્મી, પ્રભાદેવી અને માટુંગા રોડ પર ઊભી રહેશે નહીં. બ્લૉક દરમ્યાન અપ અને ડાઉન રેલ-સેવા રદ કરવામાં આવશે.
મધ્ય રેલવે લાઇન
કલ્યાણથી ઊપડતી અપ ફાસ્ટ લાઇનની ટ્રેનો સવારે ૧૦.૫૪થી ૩.૫૨ દરમ્યાન કલ્યાણ અને થાણે વચ્ચે અપ-સ્લો લાઇન પર ડાઇવર્ટ કરાશે. સીએસએમટીથી નીકળતી ડાઉન ફાસ્ટ લાઇન સર્વિસ ૧૦.૧૬થી ૩.૨૨ દરમ્યાન તેમનાં નિશ્ચિત સ્ટેશનો ઉપરાંત ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ, મુલુંડ અને દિવા સ્ટેશન પર ઊભી રહેશે તથા નિર્દિષ્ટ સમય કરતાં ૧૫ મિનિટ વિલંબથી દોડશે.
હાર્બર લાઇન
પનવેલ-બેલાપુરથી સીએસએમટી જવા નીકળતી અપ હાર્બર ટ્રેનો ૧૧.૦૬થી ૪.૦૧ દરમ્યાન અને વાશીથી પનવેલ-બેલાપુર જવા નીકળતી ટ્રેનો ૧૦.૫૩થી ૪.૦૫ દરમ્યાન રદ કરવામાં આવી છે. સૂચિત સમય દરમ્યાન પનવેલ-અંધેરી ટ્રેન-સેવા રદ કરવામાં આવશે.

mumbai western railway