મુંબઈ : મેડિકલ સ્ટોરના કર્મચારીઓને લોકલમાં પ્રવાસની મળી મંજૂરી

07 September, 2020 07:12 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ : મેડિકલ સ્ટોરના કર્મચારીઓને લોકલમાં પ્રવાસની મળી મંજૂરી

મેડિકલ સ્ટોરના ર્ક્મચારીઓ ટિકિટ અને આઇ-કાર્ડ સાથે મુસાફરી કરી શકશે એવી વેસ્ટર્ન રેલવેએ જાહેરાત કરી છે. તસવીર : સુરેશ કરકેરા

પશ્ચિમ રેલવે દ્વારા પાંચમી સપ્ટેમ્બરે જારી કરવામાં આવેલા નવા આદેશ મુજબ પેથોલૉજિકલ અને લૅબ ટેસ્ટિંગના કર્મચારીઓ ઉપરાંત ફાર્મા કંપનીના કર્મચારીઓને પણ હવે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

જોકે મધ્ય રેલવેની ટ્રેનોમાં માત્ર ક્યુઆર કોડ પાસ ધરાવતા મુસાફરો જ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી શકશે.

પશ્ચિમ રેલવેની આંતરિક નોંધમાં જણાવાયું હતું કે ફાર્મા કંપનીઓના કર્મચારીઓ ટિકિટ અને આઇડી કાર્ડ સાથે ટ્રેનમાં પ્રવાસ કરી શકશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ફાર્મા કંપનીના કર્મચારીઓ હાલની પરિસ્થિતિ મુજબ ક્યુઆર કોડ આધારિત ઈ-પાસ માટે અરજીની પ્રક્રિયા શરૂ કરી શકશે.

પાંચમી ઑગસ્ટે મહારાષ્ટ્ર સ્ટેટ કેમિસ્ટ અૅન્ડ ડ્રગિસ્ટ અસોસિએશને ૨૦૦૦ કરતાં વધુ કર્મચારીઓ અને ફાર્માસ્યુટિકલ્સના જથ્થાબંધ વેપારીઓના નામની યાદી પોલીસને સુપરત કરી હતી પરંતુ તેમને રેલવે પાસ માટે મંજૂરી આપવામાં આવી નહોતી. ત્યાર બાદ તેમણે હડતાળ પર ઉતરવાની અને શહેરભરમાં દવાની દુકાનો બંધ કરવાની ધમકી આપી હતી. આવશ્યક સેવા વિશેષ લોકલ ટ્રેનોમાં હવે મર્યાદિત સંખ્યાના વર્ગો માટે મંજૂરી આપવામાં આવી છે.

mumbai mumbai news rajendra aklekar coronavirus covid19 lockdown brihanmumbai municipal corporation