મુંબઇનાં મેયર કિશોરી પેડણેકરને મારી નાખવાની ધમકી

06 January, 2021 01:22 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મુંબઇનાં મેયર કિશોરી પેડણેકરને મારી નાખવાની ધમકી

ફાઇલ ફોટો

મુંબઇનાં મેયર કિશોરી પેડણેકરને મારી નાખવાની ધમકી દેવામાં આવી છે. ખબર પડી છે કે કોઇક અજાણ વ્યક્તિએ તેમને ફોન પર ધમકી આપી હતી. સમજી શકાય છે કે કિશોરી પેડણેકરને ધમકી આપનારાએ તેમની સામે અશ્લીલ ભાષામાં અપમાન કર્યું અને 22 ડિસેમ્બરના કિશોરી પેડણેકરને ધમકી આપવામાં આવી હતી જ્યારે તે મુંબઇ નગર નિગમ (BMC) કાર્યાલયમાં હતી.

આ મામલે 31 ડિસેમ્બર 2020ના આઝાદ મેદાન પોલીસ (Police Station) સ્ટેશનમાં એફઆઇઆ નોંધાવી. તેમના પર 261/2020 હેઠળ મારી નાખવાની ધમકી આપવાનો આરોપ હતો. પોલીસ આગળની તપાસ કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી કિશોરી પેડણેકર સતત બીજેપી પર હુમલો કરી રહ્યાં હતાં. તેમણે ઇડીની તપાસ દરમિયાન પણ ભાજપ નેતાઓ પર નિશાનો સાધ્યો હતો.

'ઇડી આપણાં દેશની એક મહત્વપૂર્ણ સંસ્થા છે. જે હકીકત છે તે પારદર્શી રીતે સાર્વજનિક કરવામાં આવશે. જનતાની રાય છે કે અવાજને દબાવવાના પ્રયત્ન કરવામાં આવે છે. પણ હકીકત બધાંની સામે આવશે.' આ હતી મુંબઇના મેયર કિશોરી પેડણેકરની પ્રતિક્રિયા.

mumbai mumbai news