મુંબઈ: માથેરાન ટ્રેનને પૅક જઈ રહી છે

07 November, 2020 10:18 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ: માથેરાન ટ્રેનને પૅક જઈ રહી છે

માથેરાન ટૉપ ટ્રેન

લૉકડાઉન બાદ પ્રથમ વખત છેલ્લા બે દિવસથી શરૂ થયેલી નેરોગેજ માથેરાન હિલ રેલવેને સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

તાજેતરના આંકડા મુજબ શરૂ થયાના પ્રથમ દિવસે ચોથી નવેમ્બરે આશરે ૭૯ ટિકિટોનું વેચાણ થયું હતું, જેમાં અમન લૉજથી માથેરાનની ૩૬ ટિકિટના વેચાણ સાથે ૧૫૪૫ રૂપિયાની આવક થઈ હતી અને માથેરાનથી અમન લૉજની ૪૩ ટિકિટ વેચાતાં ૧૮૯૦ રૂપિયાની આવક થઈ હતી. બીજા દિવસે અમન લૉજથી માથેરાનની ૫૯ ટિકિટના વેચાણ સાથે ૨૨૦૫ રૂપિયાની આવક જ્યારે માથેરાનથી અમન લૉજની ૭૦ ટિકિટનું બુકિંગ થતાં ૩૧૨૦ રૂપિયાની આવક થઈ હતી. આમ છેલ્લા બે દિવસમાં ૮૭૬૦ રૂપિયાની કુલ આવક થઈ હતી.

રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે સંપૂર્ણ લૉકડાઉન દરમ્યાન પણ તેમણે ટ્રેન સર્વિસ પુનઃ શરૂ કરવાના બે વખત પ્રયાસ કર્યા હતા, પણ એને ખાસ પ્રતિસાદ સાંપડ્યો નહોતો.

અત્યારે મર્યાદિત પૅસેન્જર સાથે ત્રણ સેકન્ડ ક્લાસ, એક ફર્સ્ટ ક્લાસ અને બે લગેજ વૅન સાથે ૧૮ મિનિટ લાંબી મુસાફરી માટે ચાર ટ્રેનો દોડાવાઈ રહી છે. ટ્રેનમાં બેસવા અને મુસાફરી કરવા દરમ્યાન અને ગંતવ્ય સ્થળે પહોંચવા દરમ્યાન સલામતીના નિયમોનું પાલન કરવામાં આવે છે.

માથેરાન મ્યુનિસિપલ કાઉન્સિલે દસ્તૂરી નાકા અને માથેરાન ટાઉન વચ્ચેની મિની ટ્રેન શટલ સર્વિસ શરૂ કરવાની વિનંતી કરી હતી, કારણ કે ત્યાં પરિવહન માટે માત્ર ઘોડા અને હાથરિક્ષા જ ઉપલબ્ધ છે. એને પગલે મહારાષ્ટ્ર સરકારે અમન લોજ, (દસ્તૂરી નાકા) અને માથેરાન ટાઉન વચ્ચે ટ્રેન શરૂ કરવાની પરવાનગી આપી હતી.

mumbai mumbai news matheran rajendra aklekar