Mumbai: ભાઇખલા વિસ્તારમાં લાકડીના ગોડાઉનમાં લાગી આગ, આઠ ગાડીઓ પહોંચી

10 January, 2022 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આગ લાગવાના કારણોની હજી ખબર પડી નથી. આ મામલે હજી વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. આ અકસ્માતમાં અત્યાર સુધી કોઈપણ ઇજાગ્રસ્ત હોવાની માહિતી નથી.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના ભાઇખલા વિસ્તારમાં મુસ્તફા માર્કેટ નજીક સોમવારે સવારે લાકડીના એક ગોડાઉનમાં આગ લાગી ગઈ છે. આગની માહિતી મળતા જ આઠ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવામાં લાગી ગયા છે. આગ લાગવાના કારણોની હજી ખબર પડી નથી. આ મામલે હજી વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. આ અકસ્માતમાં અત્યાર સુધી કોઈપણ ઇજાગ્રસ્ત હોવાની માહિતી નથી.

ઘાટકોપરના ગોડાઉનમાં લાગી આગી
ગયા સોમવારે ઘાટકોપર વિસ્તારના એક ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી, ઘટના સ્થળે પહોંચેલ આઠ ગાડીઓને સતત મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળથા મળી. જો કે, આ ઘટનામાં પણ કોઈના ઇજાગ્રસ્ત થવાની ખબર નથી. નગર નિકાય અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે અસલ્ફા વિસ્તારના સુંદરબાગ વિસ્કારમાં ડી સિલ્વામાં આવેલા એક ગોડાઉનમાં સવારે લગભગ સાડા 10 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જણાવવાનું કે જે ગોડાઉનમાં આગ લાગી તે ઘાટકોપરના ગીચ વિસ્તારમાં સ્થિત છે. સમાચાર એજન્સી એએનઆઇએ ઘટનાનો વીડિયો જાહેર કર્યો હતો, જેમાં આકાશમાં ઉડતી આગ અને કાળો ધુમાડો ફેલાતો દેખાય છે.

વિલેપાર્લે વિસ્તારની ત્રણ માળની બિલ્ડિંગમાં લાગી આગ
થોડાંક દિવસ પહેલા જ વિલેપાર્લે વિસ્તારમાં સ્થિત એક ત્રણ માળની બિલ્ડિંગના પહેલા માળે ભીષણ આગ લાગી હતી. આ આગ મુંબઇના ઉપનગરીય પવઇમાં એક કાર શૉરૂમના ગેરેજમાં લાગી હતી. આ ઘટનામાં કોઇના પણ ઇજાગ્રસ્ત થવાની સૂચના નહોતી. તો પવઈ સ્થિત સાકી વિહાર રોડ પર સ્થિત `સાઈ ઑટો હુંડાઇ શૉરૂમ`ના ગેરેજમાં કેટલાક દિવસ પહેલા આગ લાગી હતી. આ આગ પર કાબૂ મેળવવા માટે પાંચ ફાયર બ્રિગેડ ગાડીઓને ઘણી જહેમત ઉઠાવવી પડી હતી.

Mumbai mumbai news