માસ્ક અને સૅનિટાઇઝર હવે અત્યાવશ્યક વસ્તુઓમાં સામેલ

14 March, 2020 08:19 AM IST  |  Mumbai

માસ્ક અને સૅનિટાઇઝર હવે અત્યાવશ્યક વસ્તુઓમાં સામેલ

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસની ફેલાઈ રહેલી અસરને અટકાવવા ભારત સરકારે વધુ એક અગત્યનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે હવે માસ્ક અને સૅનિટાઇઝરને અત્યાવશ્યક વસ્તુમાં સામેલ કરી દીધા છે. આ સાથે સરકાર માસ્ક અને સૅનિટાઇઝરના કાળા બજારને રોકવાનો પણ પ્રયાસ કરશે.

કોરોના વાઇરસને રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ અમલમાં મૂકશે. મુંબઈમાં કોરોના વાયરસના ફેલાવને અટકાવવા મહારાષ્ટ્ર રાજ્ય સરકારે ભીડભાડવાળા એરિયામાં માસ્ક અને સૅનિટાઇઝર ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે, જેના લીધે આ બન્ને વસ્તુને અતિ આવશ્યક વસ્તુની શ્રેણીમાં પણ મૂકવામાં આવી છે. સર્જિકલ માસ્ક અને એન૯૫ માસ્કનો પણ આ યાદીમાં સમાવેશ કરાયો છે.

આ પણ વાંચો : દર્દીનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં હિન્દુજા હૉસ્પિટલનો સ્ટાફ ટેન્શનમાં છે

સ્વાસ્થ મંત્રાલય પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ ભારતમાં કોરોના વાયરસના કુલ ૮૧ કન્ફર્મ કેસ નોંધાયા છે, જેમાંથી ૬૪ ભારતીય, ૧૬ ઇટાલિયન અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે.

coronavirus mumbai mumbai news