ઘણા વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશન છોડી રહ્યા છે

07 March, 2021 07:15 AM IST  |  Mumbai | Pallavi Smart

ઘણા વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશન છોડી રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર

મહામારીના સમયમાં કૉલેજોના ફીના માળખાની સમીક્ષા કરવા માટે રચવામાં આવેલી સમિતિએ અહેવાલ સુપરત કર્યાને છ મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે છતાં તેની ભલામણોનો અમલ કરવામાં આવ્યો નથી.

કોરોનાકાળમાં જિમખાના, લાઇબ્રેરી, લૅબોરેટરી, કૅન્ટીન વગેરે સેવાઓનો વપરાશ ન કરાતો હોવા છતાં તે માટેની ફી ચૂકવવા સામે વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ નોંધાવતાં કૉલેજોની ફીનું માળખું નક્કી કરવા માટે જે. પી. ડાંગે સમિતિ રચાઈ હતી.

સૂરજ્ય વિદ્યાર્થી સંગઠનના અમર એકડે જણાવ્યું હતું કે ફીની સમીક્ષા કરવાની ઘણી વિનંતી બાદ સમિતિ રચવામાં આવી હતી. સરકારને સપ્ટેમ્બરમાં અહેવાલ સુપરત કરવામાં આવ્યો હતો. અહેવાલની સામગ્રી હજી સુધી અમને આપવામાં આવી નથી. સરકાર આ અંગે નીતિવિષયક નિર્ણય લે તે જરૂરી છે, પણ સરકાર આ મામલાની ઉપેક્ષા કરી રહી હોય તેમ જણાય છે. અહેવાલની ભલામણોના આધારે હુકમ જારી કરવામાં આટલો લાંબો સમય લાગી શકે નહીં.

એકડેએ નોંધ્યું હતું કે ‘એક શૈક્ષણિક વર્ષ સમાપ્ત થવા આવ્યું છે અને બીજું શરૂ થવાનું છે. કોઈ રાહત ન મળતાં વિદ્યાર્થીઓ ઉચ્ચતર શિક્ષણ છોડી રહ્યા છે.’

ઉચ્ચતર શિક્ષણના ડિરેક્ટર ધનરાજ માનેએ ડાંગે સમિતિની રચનાની પુષ્ટિ કરી હતી, પણ હજી સુધી કોઈ હુકમ જારી ન થયાનું જણાવ્યું હતું. જોકે મંત્રાલયના સૂત્રે જણાવ્યા મુજબ અહેવાલ સચિવને સુપરત કરાયો હતો, પરંતુ ત્યાર બાદ આગળ કોઈ કાર્યવાહી થઈ નથી.

coronavirus 12th exam result mumbai news pallavi smart