મુંબઈ: ઘાટકોપર સ્ટેશનની ગીચતા ઘટાડવાના પ્લાનનું શું થયું?

05 March, 2020 07:43 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ: ઘાટકોપર સ્ટેશનની ગીચતા ઘટાડવાના પ્લાનનું શું થયું?

સેન્ટ્રલ રેલવે: ફાઈલ ફોટો

રેલવે-પ્રશાસન ઘાટકોપરના ભીડભર્યા રેલવે સ્ટેશનની ગીચતા ઓછી કરવામાં અક્ષમ હોવા વિશેનો અહેવાલ ૨૮ ફેબ્રુઆરીએ ‘મિડ-ડે’માં પ્રકાશિત કરાયાના થોડા જ દિવસોમાં ઉત્તર-પૂર્વ મુંબઈના સંસદસભ્ય મનોજ કોટકે મધ્ય રેલવે પાસે એની ગીચતા ઓછી કરવાની સંપૂર્ણ યોજનાની વિગતો માગી અને આ યોજના કેટલા સમયમાં પૂર્ણ થશે એની માહિતી માગી હતી. આ સંદર્ભે તેમણે મધ્ય રેલવેના અધિકારીઓને પત્ર પણ લખ્યો હતો.

હવે પછીની દુર્ઘટના ઘાટકોપર રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર એક પર સર્જાશે એવા ‘મિડ-ડે’ના પ્રથમ રિપોર્ટ પછી રેલવેપ્રધાન પીયૂષ ગોયલ પાસે જાહેર સમારંભમાં ઘાટકોપર રેલવે સ્ટેશનનો પ્લાન મંજૂર કરાવવામાં મનોજ કોટકે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મધ્ય રેલવે અને મેટ્રોના ઘાટકોપર રેલવે સ્ટેશન ખૂબ જ વ્યસ્ત રેલવે સ્ટેશનમાંના એક છે તથા એને મળતી સુવિધાઓ હવે ઓછી પડી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો : ટૉપના બે ફ્લોર ખાલી કરો: ફાયર-સેફ્ટીના નિયમોનો ભંગ કેમ કર્યો?

મનોજ કોટકના પ્રયાસોને પગલે રેલવેપ્રધાન પીયૂષ ગોયલે સ્ટેશનની સુવિધાઓ અપગ્રેડ કરવાની યોજના તૈયાર કરી હતી જેમાં ત્રણ નવા ૧૨ મીટર લાંબા ફુટબ્રિજ, એલિવેટેડ ડેક અને રોડના સમાંતર વધારાના સ્કાયવૉકનો સમાવેશ કરાયો હતો.

મધ્ય રેલવેએ નવેમ્બર ૨૦૧૯માં જ આ પ્લાનને મંજૂરી આપી હતી, પરંતુ પછી આ પ્લાન લાલ ફિતાશાહીમાં અટવાઈ ગયો હતો.

rajendra aklekar ghatkopar central railway mumbai news