Mumbai: માનવતાને શરમાવી, સગીર બાળકી સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ

26 January, 2023 08:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાંથી ફરી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક સગીર બાળકી પર બળાત્કાર થયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પીડિતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ આરએકે માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાંથી (Mumbai) ફરી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક સગીર બાળકી પર બળાત્કાર થયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પીડિતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ આરએકે માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

મુંબઈમાં 3 વર્ષના શખ્સે કર્યું દુષ્કર્મ
સેન્ટ્રલ મુંબઈના વર્લી વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 20 મહિનાની સાથે 35 વર્ષીય શખ્સે દુષ્કર્મ આચર્યું છે. ઘટના 23 જાન્યુઆરીની છે. પોલીસ અધિકારી પ્રમાણે, બાળકીના માતા-પિતાએ આરોપી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે, પીડિત પરિવાર ભાડાંના મકાનમાં રહેતો હતો અને થોડાક દિવસ પહેલા જ બાળકીના માતા-પિતા કોઈક કામથી ઘરમાંથી બહાર ગયા હતા, ત્યારે તેમના 35 વર્ષીય પાડોશીએ તકનો ગેરલાભ ઊઠાવી બાળકી સાથે કહેવાતી રીતે દુષ્કર્મ કર્યું.

આ પણ વાંચો : Britain: મૂળે ભારતીય ગુજરાતી ડૉક્ટર પર મૂકાયો 28 મહિલાઓના શારીરિક શોષણનો આરોપ

ખૂબ જ રડી રહી હતી બાળકી
પોલીસ અધિકારી પ્રમાણે, જ્યારે માતા-પિતા ઘરે આવ્યા તો બાળકી ખૂબ જ રડી રહી હતી. માતા-પિતાને શંકા થઈ અને બાળકીને હૉસ્પિટલ લઈને પહોંચ્યા. ડૉક્ટરોએ જ્યારે તપાસ કરી તો ખબર પડી કે માસૂમ બાળકી સાથે દુષ્કર્મ થયો છે. માએ પોલીસમાં ફરિયાદ નોંધાવી જેના પછી મુંબઈ પોલીસ એક્શનમાં આવી અને કેસને ગંભીરતાથી લેતા આરોપીની ધરપકડ કરી લીધી.

Mumbai mumbai news mumbai police sexual crime Crime News mumbai crime news